વલસાડના ધરમપુરના આસુરા સહિત બામટી વિસ્તારમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે બપોર બાદ પણ ધરમપુર તેમજ આજુબાજુના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતાના ઘરની બહાર નિકળી ગયા હતા. આ આંચકો કેટલા રિક્ટર સ્કેલનો હતો તે હજુ જાણી શકાયું નથી.
Sunday, May 19