[slideshow_deploy id=’24546′]ગરિમા અને સન્માન જાળવતા નેતાઓમાં અરવિંદ પટેલનો સમાવેશ
વલસાડ જિલ્લામાં ભાજપનો દબ દબો બનાવી રાખનાર અને વિરોધીઓમાં પણ પોતાની આગવી છબીથી દબાણ રાખનાર એવા વલસાડ બેઠક પરથી ભાજપની જીતનો સિલસિલો યથાવત રાખનાર અને ભાજપને જિલ્લામાં જીવિત રાખનાર એવા માજી ધારાસભ્ય દોલત કાકાના 88માં જન્મ દિવસે મળવા પહોંચેલા ધરમપુરના ધારાસભ્યએ પોતાની ગરિમા જાળવી અને વડીલોના આશીર્વાદ લેવા અને પ્રગતિ કરવી એ વાતને આગળ ધપાવી હાલમાં જ ખૂબ જ ચર્ચામાં રહી પોતાની દબદબો બનાવી અને લોકોનું દિલ જીતી કોંગ્રેસના ગઢમાં ડંકો વગાડનાર ભાજપના ધારાસભ્યએ ભારતીય જનતા પાર્ટીને ધરમપુર બેઠક પર જીત અપાવી છે ત્યારે પાર્ટીના દિગગજ અને વરિષ્ઠ નેતા અને માજી ધારાસભ્યને પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવા તેમના નિવાસ સ્થાને પોહચીને અરવિંદ પટેલે પોતાની ગરિમા જાળવી રાખી ને એક પરંપરાને પણ જીવિત રાખી છે