વલસાડ ના કિલ્લા પારડીમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં પારડી નગરપાલિકા વાળા એ એક વૃદ્ધ અને વિધવા આદિવાસી મહિલા ના ઘર નું પાણી નું કનેક્શન કાપી જતા લાચાર અને વિધવા મહિલા પાણી વગર ટળવળી રહી છે અને પોતાનું કોઇ નહીં હોવાથી કઈ સમજ નહિ પડતા મહિલા ની પરેશાની વધી ગઈ છે ત્યારે કોઈ માનવતાવાદી પાલિકા તંત્ર ને સાચી વાત થી વાકેફ કરી મહિલા ની હાલ ની સ્થિતિમાં કોઈ રસ્તો કાઢે તેવી લાગણી પ્રવર્તી રહી છે. વિગતો મુજબ પારડી ના કોથરવાડી,નાની મસાણી વિસ્તાર માં એકલવાયું જીવન જીવતા વૃદ્ધ મહિલા પાર્વતીબેન અમિત ભાઈ પટેલ નામની મહિલા વેરો નહિ ભરાતા પાલિકા દ્વારા માજી નું પાણી નું કનેક્શન બંધ કરી દેવાયું હતું જોકે આ મામલે પણ પાલિકા દ્વારા બે રશીદ આપવામાં આવી છે ,અગાઉ વેરો ભર્યા ની રશીદ તેઓ પાસે છે ત્યારે આ મામલે કોઈ પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
Friday, May 17