કિંમતી વસ્તુઓના નામે ઠગાઈ કરતી ટોળકીને વાપી એસ.ઓ.જીની ટીમે ઝડપી લીધી હતા.2 કરોડ 17 લાખની ઠગાઈના કેસનો પર્દાફાશ થયો છે. એકજ ટોળકીના બે જુદાજુદા લોકો કમિશન આપવાનું કહીને વચેટીયા પાસે પૈસાની ઠગાઈ કરતા હતા.
લોકોને વર્ષોજૂના બનાવટી સિક્કા બતાવી તેને કોઈ મોટી કંપની ખરીદી લેશે અને તેના ભાગરૂપે ઊંચી કિંમતના પૈસામાંથી કમિશન પેટે રૂપિયા મળશે એવી લાલચ આપીને કેટલાક લોકોને ઠગતી ટોળકીનો પર્દાફાશ વાપી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટુકડીએ કરી નાંખ્યો છે વરસો જૂની કિંમતી ચીજવસ્તુઓની ખરીદી કરતી કહેવાતી કંપનીના નામે બનાવટી કંપનીએ અનેક લોકો પાસેથી નાણાંની છેતરપીંડિ કરનારી ટોળકીના 4 જેટલાં આરોપીને મહારાષ્ટ્રની એક હોટલમાંથી ઝડપી પાડયા હતા જેમની પાસેથી પોલીસે 16 મોબાઈલ 20 જેટલા ડેબિટ કાર્ડ સહિત અનેક મુદ્દામાલ સાથે ૬૫ લાખ જેટલી જંગી રકમ કબજે લીધી હતી.