વલસાડના જિલ્લાના તિથલના મોચીવાડ વિસ્તારમાં વહેલી સવારે 1. 8 નોભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે આંચકાની તિવ્રતા રિક્ટર સ્કેલ પર ઓછો હોય લોકોમાં ગભરાટનો માહોલ વર્તાયો નહોતો. સિસ્મોલોજીકલ સેન્ટર ગાંધીનગરના રિપોર્ટ મુજબ આ આંચકો વહેલી સવારે 6:48 વાગ્યે આવ્યો છે. જે રિક્ટર સ્કેલ પર 1. 8 મેગ્નિટ્યુડ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ વલસાડથી 02 કિમી દૂર તિથલમાં નોંધાયુ છે. ભૂકંપ જમીનમાં 12.9 કિમી. રહ્યુ હતુ. લોગીટ્યુડ 73.913 જ્યારે લેટીટ્યુડ 20.589 સાઉથ વેસ્ટ દક્ષિણ ગુજરાતમાં નોંધાયુ છે.
ભુકંપના અનુભવાયેલા આંચકાએ ફૂલગુલાબી ઠંડીમાં મીઠી નિંદર માણી રહેલા લોકોને ઉંઘમાથી ઉઠાડી દીધા હતા. પરંતુ ઓછી તીવ્રતાએ લોકોમાં ભૂંકપનો એહસાસ કરાવ્યો નહોતો ઘરોમાં આંચકામા કારણે વાસણો ખખડવાના તેમજ પલંગ ટેબલ ખુરશીઓ હલતી હોવાનું લોકોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગત તારીખ 25મી ડીસેમ્બરે પણ સવારે 9:44 મીનીટે 3. 9 તીવ્રતાનો આંચકો નોંધાયો હતો જે વલસાડથી 70 કિલોમીટર દૂર મહારાષ્ટ્ર વલસાડની સરહદ પર નોંધાયો હતો.