દારૂ ભરેલી sx4 કારનું પાઇલોટિંગ કરતી કારનો પીછો કરતી પોલીસની કાર જોઇ રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ જેમાં 2 વ્યક્તિ ઓના મોત થયા હતા. સફેદ કલરની નંબર વગરની સ્કોર્પિયો કોની છે તે તપાસ નો વિષય બન્યો .
[slideshow_deploy id=’28860′]
વલસાડના લીલપોર નજીક ગત રોજ મોડી રાતે થયેલ અકસ્માતમાં 2 વ્યક્તિ ઓના મોત થયા છે.બે કાર સામ સામે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ગત રોજ રાતે દારૂની ગાડીનું પાઇલોટીંગ કરતી ગાડીને આ અકસ્માત નડ્યો હતો. તે ગાડીનો પોલીસ પીછો કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં દમણના બે વ્યક્તિ ઓના મોત થયા છે. આ કારનો પીછો વલસાડના જાણીતા પોલીસ કર્મી ઓ કરી રહ્યા હતા. એક સ્કોર્પિયો અને એક સ્વીફટ કારમાં પોલીસ કર્મીઓ કારનો પીછો કરી રહ્યા હતા. તે દરમિયાન લીલાપોર નજીક પાઈલોટિંગ કાર ને અકસ્માત નડ્યો હતો. અને તેની પાછળ વલસાડની એક કાર ધડાકાભેર અથડાઈ હતી ઉલ્લેખનીય છે કે એક તરફ જિલ્લામાં રેન્જ આઈ જી નું ઇસ્પેકસન ચાલી રહ્યું છે. તેમ છતાં પણ બુટલેગરો ને લગામ નથી અને તેને કોઈ ખોફ નથી ત્યારે શું ખરેખર બુટલેગરો દ્વારા સેક્સન આપી ગાડીઓ જિલ્લા માંથી પસાર કરવામાં આવે છે. એ તપાસ નો વિષય છે ત્યારે હવે ઉચ્ચ કક્ષાના અધિકારી ઓ આ બાબતે ધ્યાન જરૂર થી આપે. કારણ કે આવા અકસ્માતમાં કોઈ નિર્દોષ વ્યક્તિ ની જાન જતી રહે તેના માટે જવાબદાર કોણ જોકે આ સમગ્ર બાબતે પોલીસે ધ્યાન આપવું જરૂરી છે.