-ભાજપ માંથી બળવો કરી એન.સી.પી માં ગયેલ પટેલ ના સમર્થકો માં ઉત્સાહ જોવા મળ્યા
વલસાડ વિધાનસભા ની બેઠક પર ચાલુ વર્ષે ભાજપ માંથી 22જેટલા ઉમેદવારો એ પોતાની ઉમેદવારીક પત્રક માટે પાર્ટી ના ઉપલા અધિકારી સમક્ષ પોતાના સેન્સ રજુ કર્યા હતા અને પાર્ટી આ વખતે કોઈ પણ પ્રકાર ના રીક્સ લેવાના માંગતા ફરી એક વખત 179બેઠક પર ભરત પટેલ ને ટિકિટ આપી હતી જે બાબતે કોળી પટેલ સમાજ માં અંદરો-અંદર મતભેદો ઉભાથયા હોય એવું ચર્ચાય રહ્યું છે ત્યારે વલસાડ નગરપાલિકા ના અપક્ષ ભાજપી ઉમેદવાર ઉજેશ પટેલ ને ટિકિટ ન મળતા આજરોજ ઉજેશ પટેલે તેમના સમર્થકો ના હાજરીમાં મોટી સંખ્યા માં ભેગા મળી વલસાડ બેઠક પર એન.સી.પી પક્ષ તરફ થી પોતાનું ઉમેદવારીક પત્રક ભર્યું હતું ત્યારે આ બેઠક પર એન.સી.પી ને ફાયદો થાય છે કે પછી ભાજપ ને નુકસાન થાય છે તેતો આવનાર સમયજ બતાવશે.