વલસાડ ખાતે આજ થી વેસ્ટર્ન રેલવે દ્વારા પ્રથમ એરિયા મેનેજર કપ નામ થી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ માં વેસ્ટર્ન રેલવે માં વિવધ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી ઓની ૧૯ ટીમો ભાગ લઈ રહી છે.. ત્રણ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ માં ૧૮ મેચો ભાગ લેશે ,ટુર્નામેન્ટ નાં ઉદ્દઘાટન પ્રસંગે રેલવે એરિયા મેનેજર અનું ત્યાગી, રેલ્વે પી. આઇ. સિસોદિયા , આર.પી.એફ. ટ્રેનિંગ સેન્ટર પી.આઇ. સંજય ચૌધરી તથા વેસ્ટર્ન રેલવે મજદૂર સંધ નાં રાજીવ શર્મા,મકુલ માલિક અને હનીફ માલિક, અમિત મિશ્રા અને રેલવે એસ.આર.આઇ. કમિટીના સેક્રેટરી એસ. શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા.
Sunday, May 19