વલસાડની પારડી બેઠકના આપ પાર્ટીના ઉમેદવાર ડૉ. રાજીવ પાંડેની કાર પર હુમલો થયો હતો. સમગ્ર ઘટના રાજકીય હોવાનું બહાર આવતા સનસની ફેલાઈ ગઈ હતી. આપ પાર્ટીના ઉમેદવાર ડૉ. રાજીવ પાંડે મોરાઇ ગામમાં ચુંટણી પ્રચાર કરી નીકળ્યા હતા ત્યારે રસ્તામાં તેમની કારને આંતરીને તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો.
રાત્રીના સમયે ડૉ. રાજીવ પાંડે વાપી તરફ આવી રહ્યા હતા ત્યારે અચાનક બે બાઈક સવારોએ કાર રોકી હતી. અચાનક બાઈક પર આવી ચડેલા આ ચાર અજાણ્યા શકસોએ કાર રોકી રાજકારણથી દુર રહેવાની ધમકી આપી હુમલો કર્યો હતો. સાથે કારના કાચ તોડી ગાડીને નુકસાન કર્યું હતું.
ડૉ. રાજીવ પાંડએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોધાવી પોલીસ સુરક્ષાની માંગ કરી હતી.