પોલીસે પતિ સાસુ અને નણદ સામે આત્મહત્યા માટે મજબુર કરવાની કલમ ૩૦૬ મુજબનો ગુનો નોંધ્યો
પરણીતાને લગ્નના ૨ માસમાં જ સાસરિયા ઓએ મારઝૂડ કરવાનું શરું કર્યું હતું અને માત્ર ચાર માસમાં પરણીતાએ આત્મહત્યા કરી લીધી
પારડી તાલુકાના પલસાણા ગામની પરણીતાએ આજરોજ બુધવારના બપોરના સમયે સાસરિયાના ત્રાસથી ફેસબુક પર સુસાઇડ નોટ મૂકી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી દેતા પારડી પંથકમાં ચકચાર મચી જવા પામી છે લગ્નના ચાર માસમાં જ પરણીતાએ પગલું ભરી દેતા પોલીસે પતિ, સાસુ અને નણંદ સામે આત્મહત્યા માટે મજબુર કરવાનો ગુનો નોંધ્યો હતો.
વાપી તાલુકાના કરવડ ગામે રહેતી ૩૧ વર્ષીય ઉર્વશી રાજેશ પટેલ ના લગ્ન ચાર માસ અગાઉ પારડી તાલુકાના પલસાણા ગામે રાજેશ ભાણાભાઈ કો.પટેલ જોડે થયા હતા. ઉર્વશીને તેનો પતિ રાજેશે લગ્નના માત્ર ૨ માસમાં મારઝૂડ કરવાનું શરું કરી દીધું હતું અને તેમના સાસુ ચંચળબેન ભાણાભાઈ પટેલ અને નણદ રેખાબેન શૈલેષભાઈ પટેલ રહે. સોનવાડા પારડી તાલુકા ત્રણે એ ઉર્વશી શારીરિક માનસિક ત્રાસ ગુજરતા હતા અને અગાઉ ઝઘડામાં ઉર્વશીને હાથે ફેક્ચર કર્યું હતું જેથી પતિ પત્ની અલગ ઉદવાડા રેંટલાવ ભગિની સ્કૂલ પાસે આવેલ શિવમ એપાર્ટમેન્ટ રહેવાનું શરૂ કર્યું હતું અને વારંવાર સાસરિયાઓ ત્રાસ ગુજારવાનું ચાલુ જ રાખ્યું હતું અને ઉર્વશીને સાસરિયા પતિ સાસુ અને નણદ આત્મહત્યા માટે મજબુર કરી હતી અને બપોરના સમયે ઉર્વશી એ શિવમ એપાર્ટમેન્ટના ફલેટમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આત્મહત્યા કરવા પહેલા પરણિતા ઉર્વશી એ ફેસબુક પર સુસાઇડ મેસેજ મૂકી હતી જેમાં પતિ રાજેશ, સાસુ ચંચળબેન અને નણદ રેખાબેન આ ત્રણે ને પોતાના મુત્યુ માટે જવાબદાર ઠેરવી મે આત્મહત્યા માટે મજબુર કરી હોવાનું જણાવ્યું હતું ઘટના ની જાણ પિયરિયાઓને થતા તેઓ કરવાડથી પારડી મોહન દયાલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેઓએ તેમની દીકરી ઉર્વશીના મુત્યુ ના કારણ પાછળ સાસરિયા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને પારડી પોલીસ મથકે ઉર્વશીના પિતા સુરેશભાઈ રમણભાઈ કો પટેલ રહે કરવડ વાપી તાલુકો ના પહોંચી જઈ પતિ રાજેશ પટેલ, સાસુ ચંચળબેન પટેલ અને નણદ રેખાબેન પટેલ આ ત્રણેના સામે ફરિયાદ નોંધાવી હતી મૃતક ઉર્વશીની લાશને પારડી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરવા મોકલી આપી હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચી કડક કાર્યવાહી હાથ ધરી છે.