કોરોના વાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે લોકડાઉનના સમયગાળા દરમિયાન વલસાડ જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ વેચતા ૨૯ જેટલા એકમો સામે લીગલ મેટ્રોલોજી એકટ તેમજ પેકેજડ કોમોડીટી રુલ્સના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી ૪૮ હજાર જેટલા દંડની માંડવાળ ફી પેટે વસુલાત કરવામાં આવી હતી.
આ એકમો પૈકી કોલ્ડ્રીંકસ ઉપર છાપેલી કિંમત કરતાં વધુ ભાવ વસુલ કરવા બદલ મહેશભાઇ ભીખુભાઇ સોનકર-વાપી, અમુલ તાજા દૂધના પાઉચ પર છાપેલી કિંમત કરતાં વધુ ભાવ લેવા બદલ ભેરૂનાથ કિરાણા-માંડવા, ભેરુનાથ કિરાણા સ્ટોર્સ- ખાંભડા, છગનભાઇ નાનુરામ સૈની-વાપી, જયસ્વાલ જનરલ સ્ટોર-વાપી, શ્રી રાધા ક્રિષ્ણા પ્રોવિઝન સ્ટોર-વાપી, માધવ કિરાણા સ્ટોર-વલસાડ, ભાનુ ટી સેન્ટર-વલસાડ, હસમુખ કિરાણા સ્ટોર-વલસાડ, ખેમરાજ ભંવરલાલ કિરાણા સ્ટોર વલસાડ, મીત જનરલ સ્ટોર-વલસાડ, બજરંગકિરાણા-ચણવઇ, જગદીશચંદ્ર તુલસીરામ કુમાવત-રાબડા, હિતેશ કિરાણા-અબ્રામા-વલસાડ, અમુલ છાશના પાઉચ ઉપર છાપેલી કિંમત કરતાં વધુ ભાવ લેવા બદલ પ્રતાપ કિરાણા-વાપી, પીસીઆર નિયમનો ભંગ કરવા બદલ મનીષ સુપર સ્ટોર-વલસાડ, ધારા પ્રોવિઝન સ્ટોર-ધારાનગર-વલસાડ, હરીઓમ જનરલ સ્ટોર-ધારાનગર-વલસાડ, અવની સુપર સ્ટોર-અબ્રામા, શ્રીજી મસાલા ગૃહ ઉદ્યોગ-અબ્રામા, રમણભાઇ રણછોડભાઇ પટેલ-તિથલ, ક્રિષ્ણા સ્ટોર-તિથલ, ખરાઇ પ્રમાણપત્ર પ્રદર્શિન ન કરવા બદલ હિતેન્દ્રભાઇ ભાનુશાલી, હિંગળાજ પ્રોવિઝન સ્ટોર-વલસાડ, બાલાજી કિરાણા સ્ટોર-ચણવઇ, ઓમ રવિ મસાલા ગૃહ ઉદ્યોગ-અબ્રામા, ઇલે. સ્કેલની ચકાસણી માટે પ્રમાણિતવજન ન રાખવા બદલ એપલ માર્ટ-વલસાડ, સદગુરુ જનરલ સ્ટોર-અબ્રામા, રમેશભાઇ દામજીભાઇ ભાનુશાલી-તિથલ મળી કુલ ૨૯ વેપારીઓ પાસેથી ૪૮ હજાર જેટલા દંડની માંડવાળ ફી પેટે વસુલાત કરવામાં આવી હતી.