Valsad અતુલ ગ્રામપંચાયત નો કારભાર એટલે “મિલકે કમાઓ બાટ કે ખાઓ”
- અતુલ ગ્રામપંચાયત સાથે અતુલ કંપની નું નામ પણ ચર્ચામા
Valsad વલસાડ તાલુકા ની અતુલ ગ્રામપંચાયત ફરી વિવાદો ના ઘેરા માં આવી છે. જેમાં ગત અઠવાડિયે અતુલ ગ્રામપંચાયત ના ઉપ સરપંચ અને ગ્રામપંચાયત ના સભ્યો એ કરેલી લેખિત ફરિયાદ થી મામલો ગરમાયો છે. પરંતુ આ પ્રણારણ આટલા દિવસો પછી સામે કેમ આવ્યો તેની પણ તપાસ જરૂરી બની છે.
ત્યારે અતુલ ગામ ની પ્રમાણિકતા ની કામગીરી પર પણ એક દાગ લાગી ગયો છે. ત્યારે અતુલ કંપની માં ફરજ બજાવનાર સરપંચ અને ડેપ્યુટી સરપંચ વચ્ચે ની આ લડાઈ માં અતુલ કંપની નું નામ પણ ક્યાંક ને ક્યાંક ખરડાય રહ્યું છે
આ સમગ્ર પ્રકરણ માં અતુલ ગ્રામપંચાયત ના ડેપ્યુટી સરપંચ એ કરેલી તપાસ ની માંગ માં સરપંચ અને તલાટી ના મેણાપીણાં માં 1 કરોડ થી પણ વધુ રકમ ની ચેક થી ઉપાડી લઈને પેમેન્ટ કરી દેવામાં આવ્યો છે. જોકે હજુ સુધી તપાસ અધિકારીઓ કરી રહ્યા છે. જેમાં ઘણા ગંભીર મુદાઓ સામે આવે તેવી શક્યતાઓ વધી ગઈ છે. બીજી તરફ અતુલ ગામ માં આમલી વિસ્તાર માં આવેલા એક ગેરકાયદે બાંધકામ ની પણ અંદર ખાને ફરિયાદ થઈ હોવાની માહિતી મળી છે. જેમાં અતુલ કંપની અને ગ્રામપંચાયત ના ઘણા મોટા માથાઓ ના નામ ખુલશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.