વલસાડની અતુલ લિમિટેડ કંપનીએ ગ્રામ્ય વિસ્તારોમાં ટોયલેટની સુવિધા ઉભી કરવા માટે અતુલ ફાઉન્ડેશનના ઉપક્રમે ઝૂંબેશ શરૂ કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલય બનાવવામાં અતુલ ફાઉન્ડેશન અવિરત પ્રયત્નશીલ હોવાનું જણાઈ આવી રહ્યું છે.
નેશનલ ફેમિલી હેલ્થ સરવે-2015-16ના તારણ મુજબ દેશના ગ્રામીણ વિસ્તારોમાં 63 ટકા કુટુંબો શૌચાલયની સુવિધાથી વંચિત છે. યુનાઈડેટ નેશન્સ(યુનો)ના મત મુજબ દેશમાં શૌચાલય કરતા મોબાઈલ ફોનની સંખ્યા વધુ છે.
અતુલ લિમિડેટના અતુલ ફાઉન્ડેશન દ્વારા વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે 2015થી જરૂરીયાતમંદ કુટુંબોને પાણીની ટાંકી અને શોષખાડાની સુવિધા આપવાની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં અતુલ ફાઉન્ડેશન દ્વારા 36 ગામના પાંચ હજાર કુટુંબોને વ્યક્તિગત રીતે શૌચાલય બનાવવામાં આપવામાં આવ્યા છે. અતુલ ફાઉન્ડેશને જણાવ્યું છે કે પાંચ હજાર કુટુંબો શૌચાલયની સુવિધા મળતા સુખાકારીનો અનુભવ કરી રહ્યા છે અને શૌચાલયોનું નિર્માણ કરવા ફાઉન્ડેશનનો આભાર માની રહ્યા છે.
ગ્રામીણ વિસ્તારનું જીવનધોરણ ઉંચું લાવવામાં એક પ્રાઈવેટ કંપની પોતાની રીતે પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાન મોદીના શૌચાલય તથા સ્વચ્છ ભારત મિશનમાં અતલુ ફાઉન્ડેશને પોતાનું આ રીતે યોગદાન આપ્યું છે.