પારડી ઓડિટોરિયમ હોલમાં વલસાડ જિલ્લાની વિધાન સભાની પાંચ બેઠક માટે ભાજપ ના ઉમેદવારોની પસંદગી માટેના સેન્સ લેવાયા વાપી-પારડી વિભાગમાં વર્તમાન ધારાસભ્ય કનુભાઈ દેસાઈ પ્રબળ દાવેદાર તરીકે ચર્ચામાં ધારાસભ્ય ની દાવેદારી કરનાર પારડી 15,વલસાડ માં 22, ધરમપુર 11, ઉમરગામ 10, અને કપરાડા 5 ઉમેદવારોએ પોતાની દાવેદારી કરી
વલસાડ જિલ્લા ની 5 વિધાનસભા બેઠકો માટે ભાજપ દ્વારા આજ થી ઉમેદવારો ની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવા માં આવી છે.આ પ્રક્રિયા માટે પાર્ટી દ્વારા નીમાયેલા ત્રણ નિરીક્ષકો નાનુ વાનાણિ , નિરંજન ઝાઁઝમેરા અને દર્શનાબેન દેશમુખ એ આજે પારડી ના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ માં ટીકીટ માટે ના દાવેદારો ને સાંભળવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગત રોજ નિરીક્ષકો દ્વારા જિલ્લા ની ધરમપુર અને વલસાડ વિધાનસભા બેઠક માટે દાવેદારો ને સાંભળીયા હતા. આ પ્રક્રિયા માં અનેક ટીકીટ વાંછુઓ ટેકેદારો સાથે નિરીક્ષકો સામે ઉપસ્થિત થયા હતા. અને દાવેદારી નોંધાવી હતી. જિલ્લા માં ભાજપ પાર્ટી દ્વારા ઉમેદવારો ની પસંદગી પ્રક્રિયા ના આરંભ સાથેજ ભાજપ નું આંતરિક રાજકારણ પણ ગરમાયુ છે. અને જિલ્લાના પાંચ ધારાસભ્ય ની ટિકિટ માટે ભાજપના ઉમેદવરનો રાફડો ફાટ્યો હતો. બાકી ઉમેદવારના સેન્સ લેવા આજ રોજ શનિવારના સવારથીજ જિલ્લા ની પારડી ,ઉમરગામ અને કપરાડા બેઠક માટે ના ઉમેદવારો પસંદ કરવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.મહત્વપૂર્ણ છે કે પાર્ટી દ્વારા નીમાયેલા નિરીક્ષકો દાવેદારો ના અભ્યાસ , પાર્ટી માં સક્રિયતા.અને કાર્યકરો માં દાવેદાર ની છાપ તમામ બાબતો ને ધ્યાન માં લેવામાં આવનાર છે.જોકે મહત્વની વાત એ છે કે આ વખતે ઉમેદવારો ના નામો જાહેર થાય ત્યા સુધી પાર્ટી ના કાર્યક્રમો માં દાવેદારી નોંધાવનાર દાવેદારો કેટલા સક્રિય રહે છે તે વાત ને પણ ખાસ આજે ટિકિટ માંગનાર ઉમેદવારો દેખાઈ આવ્યા હતા. પરંતુ ભાજપ પાર્ટી ને વિજય આપનાર એકમાત્ર નરેન્દ્ર મોદી નું નામ લોકોના તેમજ મતદાતાઓના ચર્ચા જોવા મળી રહી છે.વાત કરીએ તો પ્રથમ વલસાડ ની બેઠક પરથી 22 ઉમેદવારોના નામો આવ્યા હતા. જેમાં મુખ્ય ભરતભાઈ પટેલ, સોનલબેન સોલંકી, કિરણ ભંડારી, કમલેશ ગજાનંદ, પ્રવિણાબેન સમીરભાઈ પટેલ, આનંદ અંબેલાલ પટેલ વગેરે જયારે ધરમપુર વિભાગમાં 11 નામો ઉમેદવારના આવ્યા હતા. જેમાં મહેન્દ્ર મણિલાલ ચૌધરી, મીનાબેન ચૌધરી, સુમિત્રા ચૌધરી, ગણેશ બિરારી, અરવિંદ છોટુ પટેલ, વિજય પાનેરીયા, દિપક પટેલ વગેરે જયારે પારડી વિભાગ ના 15 ધારાસભ્ય ઉમેદવાર ના નામો આવ્યા હતા જેમાં કનુભાઈ દેસાઈ, નગીનભાઈ પટેલ, રાજુ રાઠોડ, કિરણ પટેલ, સલવાવ શાળાના કપિલ સ્વામીજી , ગીતા પટેલ, ધનસુખ પટેલ, દિનેશ ભંડારી, કમલેશ પટેલ, શરદભાઈ ઠાકર, શિલ્પેષ જે. દેસાઈ, હાર્દિક પી. શાહ વગેરે જયારે ઉમરગામ બેઠક પરથી 10 ઉમેદવારો એ દાવેદારી કરી હતી. જેમાં રમણભાઈ પાટકર, પ્રવીણભાઈ એન. પટેલ, સુરેશભાઈ બી. પટેલ, સુનીતાબેન પી. પટેલ, શંકરભાઇ વારલી, શુભાષભાઈ વારલી વગેરે અને કપરાડા વિભાગની બેઠકના 5 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી હતી જેમાં ઉષાબેન ગિરીશ પટેલ, માધુભાઈ રાઉત, બાબુભાઇ વરઠા, ગુલાબભાઇ રાઉત વેગેરે ઉમેદવરોએ પોતપોતાની ચૂંટણી ની ટિકિટ માટે દાવેદારી પ્રદેશ ભાજપ થી આવેલા નાનુભાઈ વાનાણી સામે કરી હતી. જો કે પારડી તાલુકા ના સરપંચોને બોલાવવામાં આવ્યા હતા જેમાં કપરાડા બેઠક ઉમેદવારો વચ્ચે સરપંચો ને આમંત્રણ ન આપવા બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ દેસાઈ જોડે મામલો ગરમાયો હતો.