ધરમપુર માં આવેલી બી. આર. ઇન્ટરનેશનલ સ્કુલના સંચાલકો દ્વારા ફી માં કરેલા વધારા બાદ જો વાલી ઓ ફી ના ભારે તો તેમના સંતાનો ને માર મારી ફી વસુલાશે એવી ધમકી આપતા હોવાની ફરીયાદ લઇ આજે વાલીમંડળ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક અને જીલ્લા શિક્ષણ આધિકારી ને સમગ્ર બાબત થી વાકેફ કરી તેમની તરફેણ કરી સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.
ધરમપુર માં આવેલી બી આર ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા થોડા સમય પૂર્વે વિધાર્થી ઓ ની વાર્ષિક ફીસ માં ૧૨ થી ૧૫ ટકા જેટલો જંગી વધારો
ઝીકવામાં આવતા વાલીઓ એ ભારે હોબાળો કર્યો હતો અને સરકાર ના નીતિ નિયમો કરતા વધુ પ્રમાણ માં ફી લેવામાં આવતા થોડા દિવસ અગાઉ વાલી ઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો જે બાદ હવે વાલીઓ ના સંતાનો ને જો ફીસ ના ભારે તો માર મારી ને ફીસ વસુલવામાં આવશે ની ધમકી ઓ વાલી ઓ ને આપવામાં આવતા આજે બી આર ઇન્ટરનેશનલ સ્કુલમાં આભ્યાસ કરતા વિધાર્થી ઓ ના વાલી ઓ દ્વારા આજે જીલ્લા શિક્ષણ આધિકારી ને અને જીલ્લા પોલીસ અધિક્ષકને મૌખિક રજૂઆત કરી બી આર ઇન્ટરનેશનલ સ્કુલના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ વાલી ઓ દ્વારા કરવામાં આવી હતી વાલી ઓ એ જણાવ્યું કે હવે શિક્ષકો દ્વારા શિક્ષણ છોડી ને વિધાર્થી ઓ ને માર મારવાની ધમકી આપવામાં આવતી હોવા
અંગે પણ જીલ્લા શિક્ષણ આધિકારી ને અવગત કરાવ્યા હતા