પોલીસ કંટ્રોલના 100 નંબર પર કોલ કરનાર પરિયા ફાર્મમાં બીએસએફએ નો નિવૃત જવાન વોચમેન તરીકે ફરજ બજાવતો
AK 47 જેવુ હથિયાર લઈ કારમાં યુવકો નિકળીયા હોવાનો વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ 100 નંબર પર કોલ થતાં જિલ્લા ભરની પોલીસ દોડતી થઈ હતી અને પોલીસે વિવિધ સ્થળોએ નાકા બંધી કરી માહિતી મુજબની કાર ને ઝડપી પાડી હતી જોકે કારમાં પોલીસને કશું હાથ ન લાગતાં ઘટનાની સ્પષ્તા માટે કોંટ્રોલ રૂમમાં ફોન કરનારને શોધતી પહોચી ગઈ હતી. જોકે ફોન કરનાર પરિયા ફાર્મ ખાતે વોચમેન તરીકે ફરજ બજાવનાર બીએસએફનો નિવૃત જવાન સંતોષ માંગીયાભાઈ ગામિત રહે વઘઇ લાવરીયા ગામનોએ ફોન કર્યાનું બહાર આવતા પોલીસે પૂછપરછ કરી હતી જોકે આ વોચમેન નશાની હાલતમાં હતો પોલીસે કારમાં સવાર ત્રણ યુવાનો અને વોચમેનની પૂછપરછમાં ફાર્મ પર સરોધીગામના કોલેજીયન ત્રણ યુવાનો ફોટા પાડવા આવ્યા હતા ફાર્મમાં જવા માટે વોચમેને રૂ 50 માંગ્યા હતા ફોટા પડ્યા બાદ યુવાનોએ પૈસાન આપતા બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ આ યુવાનોએ સબક શીખવવા માટે વોચમેને કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હોવાનું બહાર આવ્યું હતું મોડી રાત સુધી પોલીસે બંને પક્ષોની પૂછપરછ કરી ફરિયાદ નોધવાની તજવીજ હાથ ધરી હતી.