વલસાડ નગરપાલિકા ની ચૂંટણી માં હાર અને જીત ના સિક્કા વચ્ચે 11વોર્ડ માં મતદાતાઓ એ તેમના ઉમેદવારો ચૂંટાઈ લાવ્યા છે,ત્યારે લાગેછે આ ચૂંટણી ને અમુક અસામાજિક તત્વો ને પોતાની હાર સહન ન થઈ હોય તેવું પ્રતીક થઈ રહ્યું છે કારણ કે ગતરોજ વલસાડ ના ધોભીતળાવ માં ગત મોડી રાત્રી સમયે પોલીસ ચોકી ના માત્ર 10ફૂટ દૂર કાચા મકાન માં પાર્ક કરેલ એક ઓટો રીક્ષા નં GJ-15-AV-0293 ને કોઈ અસામાજીક તત્વો એ ચૂંટણી નો કટાક્ષ કાઢી પાર્ક કરેલ ઓટો રીક્ષા પર પેટ્રોલ છાંટી આગને હવાલે કરી નાખી હતી જે ઓટો રીક્ષા ની બાજુ માં બરોબર પાર્ક કરેલ એક મોપેડ સ્કૂટર નં GJ-15-BH-3336 પણ આગની ચપેટ માં આવી જતા તેને પણ નુકસાન થયું હતુ, જે ઘટના અંગે રીક્ષા ચાલક વિનોદ ચૉહાન ના જણાવ્યા મુજબ તેમને તેમના વોર્ડ નંબર 7માં ચૂંટણી સમયે તેમના સાથી મિત્ર ઉમેદવાર રમેશ ડેની ને સ્પોર્ટ કર્યા હતા જેમાં તેમની જીત થઈ હતી જે બાબતે ને અન્ય પાર્ટીના યુવાનો એ મારા પર કટાક્ષ કાઢી આ કૃત્ય અચાર્યુ હોવાની મેં લેખિત માં વલસાડ સી.ટી.પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી છે, ત્યારે ઓટો ચાલાક વિનોદ ચૌહાણ ની રોજીરોટી છીનવાઈ જતા તેમણે નમ આંખે તેમના પરિવાર ને ન્યાય મળે તેમાટે પોલીસ સમક્ષ માંગ કરી હતી, સત્ય ન્યુઝ વલસાડ.