વલસાડ ના 179વિધાનસભા બેઠક પર એકમાત્ર અપક્ષ ઉમેદવાર ચેતનકુમાર મંગુભાઇ પટેલ એ આજરોજ વલસાડ ના આદીનાપેલેસ ખાતે પત્રકારો સાથે કોન્ફ્રન્સ યોજી 179વલસાડ બેઠક પર પોતાની જીત બાદ કરવાના રહેતા કામો અને ભૂતકાળ માં તેમના દ્વારા કરવામાં આવેલ સમાજ ના હક માટે અને સરકારશ્રી તરફ થી આવતી સેવાઓ તરફથી મળતી ગ્રાન્ટ ના રકમની તમામ કામો સંપૂર્ણ પણે પૂર્ણ કરી ભ્રસ્ટાચાર વિરુદ્ધ લડત આપી અને તેમના સમય કાળ દરમ્યાન તેમના વિસ્તારોમાં થતા વિકાસના કામોની ગોબાચારી પર નજર રાખી અનેક મુદ્દે આજની પત્રકાર પરિસદ માં તેમની આપવીતી જણાવી હતી,
અપક્ષ ઉમેદવાર ચેતન પટેલ ના જણાવ્યા મુજબ જે સમયે તેમને પોતાનું અપક્ષ ઉમેદવારી પત્રક ભર્યું હતું તે સમય થીજ ભાજપ પાર્ટીના અમુક હોદ્દાધારીઓ તરફ થી મારાપર દબાણ નાખી મને ટિકિટ પાછી ખેંચીલેવા દબાણ કરી મને લોભામણી લાલચ આપી હતી પરંતુ મેં મારા રસ્તે ચાલીસ અને મારા પર કોઈનું જોર ચાલશે નહીં અને મારા મિત્ર વર્તુળ ના સહયોગ થી મેં આજે આ મુકામ બેઠોછું તો તેમનો ભરોષો મેં ન તોડી શકું તેમ કહી ભાજપ ના અધિકારી ને જવાબ આપી વલસાડ માં જેરીતે નીચલા લેવલ ના પાર્ટીના યુવાનો સાથે ગેરરીતિ ચાલી રહી છે તેને આ ઉમેદવારીક પત્રક તમાચો છે.