વલસાડ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ ગાંધી લાઈબ્રેરી પાસે આજે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભર કોમી
એખલાસના નામે રાહુલ ગાંધી દ્વારા એક દિવસીય પ્રતિક ધારણા કાર્યક્રમ આપવામાં આવ્યો છે જે અંતર્ગર્ત દક્ષીણ ગુજરાતમાં વાપી વલસાડ અને નવસારી સહીત ના શહેરો માં કોંગ્રેસ ના ધારસભ્ય પ્રમુખ સહીત ના કાર્યકર્તા ઓ ધરના પ્રદર્શનમાં ઉતર્યા હતા
વલસાડમાં ભાજપ સરકાર વિરુદ્ધ કોંગ્રેસના પ્રતિક ધરણા નો કાર્યક્રમ ગાંધી લાઈબ્રેરી પાસે ગાંધીજી ની પ્રતિમા નજીક આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ ના કાર્યકર્તા ઓ દ્વારા રામધૂન બોલાવી ભાજપ સરકાર ની દલિતો વિરોધ ની નીતિઓ વિરોધ કર્યો હતો આ કાર્યક્રમ માં એક તરફ વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી,વલસાડ પ્રદેશ કોંગ્રેસ ના પ્રમુખ કિશનપટેલ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પરંતુ કોંગ્રેસી કાર્યકરો આંગણી ના વેઢે ગણી શકાય તે માત્ર માં જોવા મળ્યા હતા