વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્વયે મળેલી સત્તાની રૂએ તાત્કાલિક અસરથી એ.પી. સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરી તા.૧૮/૦૭/૨૦૨૦ સુધી કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા વિસ્તારના ચલા, શ્યામ નગર કસ્ટમ રોડ નં.૧૯, રાકેશભાઇની ચાલને એ.પી. સેન્ટર તેમજ રાકેશભાઇની ચાલના કુલ ૨૦ રૂમો તથા શ્રીનાથ વોટર સપ્લાયના તમામ હદ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે.
વાપી નગરપાલિકા વિસ્તારના કસ્ટમ રોડ ઉપર આવેલા કંચનજંગા કોમ્પ્લેક્ષમાં આવેલા હિમગંગા એપાર્ટમેન્ટને એ.પી. સેન્ટર તેમજ કંચનજંગા કોમ્પ્લેક્ષ અને હિમગંગા એપાર્ટમેન્ટના તમામ હદ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે.
વાપી નગરપાલિકા વિસ્તારના સુથારવાડને એ.પી.સેન્ટર તેમજ સુથારવાડા ખાતે આવેલું ચંદ્રકાન્તભાઇ હટકરનું મકાન તથા તેની બાજુમાં આવેલું અંડર કન્સ્ટ્રકશન બાંધકામ એરીયાના તમામ હદ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે.
ઉક્ત ત્રણેય વિસ્તારના રહેવાસીઓને આવશ્યક ચીજ વસ્તુઓ ચીફ ઓફિસર, નગરપાલિકા, વાપી દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.
ધરમપુર તાલુકાના કેળવણી ગામે આવેલા ખોરી ફળિયાને એ.પી.સેન્ટર તેમજ ખોરી ફળિયાના રાજેશભાઇ બાબલુભાઇ ચૌધરીના ઘરથી રસિકભાઇ છનુભાઇ ચૌધરીના ઘર સુધીના કુલ સાત ઘરોના તમામ હદ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્તારના રહેવાસીઓને આવશ્યક ચીજ વસ્તુઓ ગ્રામ પંચાયત કેળવણી દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.
પારડી નગરપાલિકા વિસ્તારના પોલીસ લાઇન પાછળ આવેલા નયન જીવન પટેલના મકાનને એ.પી.સેન્ટર તેમજ પોલીસ સ્ટેશનની પાછળ આવેલા નયન જીવન પટેલ, રમેશભાઇ ભગુભાઇ પટેલ, રાજનભાઇ ભગુભાઇ પટેલ, રવજીભાઇ ભગુભાઇ પટેલ મળી કુલ ચાર મકાનો તથા બાજુમાં આવેલા આંગણવાડીના તમામ હદ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્તારના રહેવાસીઓને આવશ્યક ચીજ વસ્તુઓ ચીફ ઓફિસર, નગરપાલિકા, પારડી દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.
ઉમરગામ તાલુકાના સંજાણ, એચ.ડી.એફ.સી. બેંકની પાછળ આવેલા રાજલક્ષ્મી એ-૨ એપાર્ટમેન્ટને એ.પી. સેન્ટર તેમજ રાજલક્ષ્મી એ-૨ એપાર્ટમેન્ટના તમામ હદ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્તારના રહેવાસીઓને આવશ્યક ચીજ વસ્તુઓ ગ્રામ પંચાયત, સંજાણ દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે.
આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા વ્યક્તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેઓ તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ કરના વ્યક્તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.