Valsad: ગુજરાત સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ,વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ હેમંતભાઈ કંસારા ની આગેવાની માં ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં ઉમેદવારી નોંધાવી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી લોકસભા ૨૦૨૪ ચૂંટણી માટે “અબકી બાર ૪૦૦ પાર” ના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના યશસ્વી પ્રમુખ અને પેજ સમિતિ ના પ્રણેતા સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રતનાકરની સુચના અને માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારના નાણા ઊર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લા ના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હેમંતભાઈ કંસારા ની આગેવાની માં, ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા ની વિષેશ ઉપસ્તીથીમાં વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલ ના “વિજય શંખનાદ” નેજા હેઠળ નામાંકન સભા નું આયોજન વલસાડ સી.બી. હાઈસ્કૂલ ના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું,જે બાદ રેલી સ્વરૂપે વિશાળ સંખ્યમાં સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે વલસાડ કલેકટર ખચેરી ખાતે ઉમેદવારી નોંધાવી હતી.
“વિજય શંખનાદ”નામાંકન સભામાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારા એ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સમર્થકો કાર્યકર્તાઓને સંબોધન કરી આવનારી લોકસભાની ચૂંટણીમાં ધવલભાઇને જંગી બહુમતીથી જીતાડવા માટે આ હાકલ કરી હતી.
ગુજરાત સરકારના નાણાં, ઊર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જંગી જનમેદની ને સંબોધતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આવનારી લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીમાં ૪૦૦ પાર ના લક્ષ્યાંક પૂરું કરશે ,ભારતીય જનતા પાર્ટી ના વલસાડ/ડાંગના ઉમેદવાર ધવલભાઈ પટેલને ૫ લાખની વધુથી લીડ થી જીતાડવા માટે આવાહન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલે ઉપસ્થિત સમર્થકો, કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપી સંબોધન કર્યું હતું.
વલસાડ/ડાંગ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ પટેલે “વિજય શંખનાદ”નામાંકન સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લોકસભા ૨૦૨૪ ની ચૂંટણી ૪૦૦ પાર બેઠકો જિતશે અને વલસાડ લોકસભા બેઠક ૫ લાખ ની કરતાં વધુની લીડ થી જીતવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરી ઉપસ્થિત સમર્થકો, કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો, સી.બી. હાઇસ્કુલ મેદાન ખાતેથી રેલી સ્વરૂપે નીકળી વલસાડ જિલ્લા કલેકટર કચેરી ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ, ક્લસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યા વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારા સાથે તેમની ઉમેદવારી નોંધાવી હતી.
આ તબક્કે સાંસદ ડોક્ટર કે સી પટેલ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ શીલપેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ મહેન્દ્રભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકર, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ લોકસભા બેઠકના પ્રભારી કરસનભાઈ ટીલવા, સંયોજક ગણેશભાઈ બિરારી, ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ ગાંવીત, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વાંસદા જિલ્લા પંચાયતના પ્રમુખ ર્નિમળાબેન ગાઈન, ડાંગ જિલ્લાના પ્રભારી રાજેશભાઈ દેસાઈ, રાષ્ટ્રીય એસ.ટી. મોરચાના કોષાઅધ્યક્ષ રવિભાઈ ગામીત, વલસાડ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, વિવિધ મંડળ, વિવિધ મોરચાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના સમર્થકો જંગી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.