દમણ થી વાપી સ્ટેશને દારૂ લાવવામાં આવે છે જે ટ્રેનો માં સપ્લાય થાય છે જે સુરત ના ઉધના સ્ટેશન પહેલા ટ્રેન ધીમી પડે અને બુટલેગરો માલ લઈ ને ઉતરી જાય છે : અગાઉ પણ ગુજરાત ભર માં વાયા વલસાડ દમણિયા દારૂની હેરાફેરી થતી હોવાનો સત્યડે પર્દાફાશ કરી ચૂક્યું છે
દમણ માંથી મોટાપાયે ગુજરાત માં દારૂ જાય છે તે જગત આખું જાણે છે અને હપ્તા ની ચેઇન ની વાતો પણ અગાઉ ભારે ચર્ચામાં રહી છે ; કારણ કે જો તમે ટ્રેન માં મુસાફરી કરતા હોવ ત્યારે સુરત નું ઉધના આવે ત્યારે ધ્યાન થી જોશો તો બેવડા લોકો દારૂ અને ચાખણું લઈ રેલવે ટ્રેક સામે જ ખુલ્લેઆમ પીતા નજરે પડવાના દ્રશ્યો સામાન્ય રીતે જોયા જ હશે
સત્યડે મીડિયા ની ટીમે જયારે લાઈવ રેડ કરી ત્યારે આ દારૂ ની ખેપ મારનારા પણ યુવકો હાજર હતા તેઓ એ ON CAMERA કબુલ્યું કે વાપી થી દારૂ ભર્યો છે અને ઉધના ઉતારવાનો હતો,એટલું જ નહીં પણ એ પણ જણાવ્યું કે દારૂ ઉતારવા રેલવે ફેસિલિટી પણ આપે છે અને ટ્રેન સાઈડ માં ધીમી કરી થોભાવે છે બોલો !
ગુજરાત માં દારૂબંધીની ધજીયા ઉડાવતા આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે અને દારૂબંધી ના નામે બે નંબર નો ધંધો ફુલ્યો ફાલ્યો છે જેમાં મોટી હસ્તીઓ સામેલ હોવાની શંકાઓ ઉઠી રહી છે કારણ કે આ ધંધો વર્ષો થી ચાલતો આવ્યો છે પણ રેલવે પોલીસ ની રહેમ નજર હેઠળ બિન્દાસ ટ્રેનો મારફતે સપ્લાય થઈ રહયો હોવાનું સામે આવી રહ્યુ છે.
ગુજરાત માં દારૂબંધી માત્ર એક તુત છે અને ગુજરાત ના કોઈપણ ખુણા માં દેશી-વિદેશી દારૂ ની બાટલી કે પોટલી આરામ થી મળી જાય છે તે નવી વાત નથી દારૂબંધી માટે કડક કાયદા અમલ માં આવ્યા પણ તેની લેશ માત્ર કોઈ અસર જણાતી નથી ત્યારે ટ્રેન મારફતે દમણીયા દારૂ ની હેરાફેરી થતી હોવાની વાતો વચ્ચે જાગૃત મીડિયા ની ફરજ અદા કરવા જ્યારે સત્યડે ની ટીમ વલસાડ રેલવે સ્ટેશન ઉપર જયારે આ વાત ની ખરાઈ કરવા પહોંચી તો મેમુ ટ્રેન માં જ દમણિયા દારૂ નો જથ્થો મળી આવ્યો હતો સાથે દારૂ લઈ જનાર ઈસમો પણ હતા જેઓ બિન્દાસ હતા કારણ કે તેઓ ને પોલીસ નો કોઇ જ ડર ન હતો અને સત્યડે ની ટીમે આ ઈંગ્લીશ દારૂ ને રેલવે પ્લેટફોર્મ ઉપર ઉતર્યો તો પણ ત્યાં રેલવે પોલીસ કે પ્રશાસન નો માણસ આવ્યો ન હતો અહીં સીસીટીવી હોઈ દરેક હિલચાલ કેમેરા માં જણાતી હોવાછતાં કોઈ આવ્યું ન હતું પણ છેલ્લે સત્યડે એ દારૂ નું શુ કરવું તે સવાલ ઉભો કરતા પોલીસે ફોર્મલિટી માટે કાયદેસર ની કાર્યવાહી કરવી પડી હતી.
બીજી તરફ આ કિંમતી દારૂની બ્રાન્ડેડ બોટલો અને બિયર નો જથ્થો લઈ જનારા ઈસમો એ સત્યડે ના કૅમેરા સામે જ કબુલ્યું હતું કે તેઓ એ આ જથ્થો વાપી થી ભર્યો હતો અને ઉધના લઈ જતા હતા ત્યારે દમણ થી વાપી આ દારૂ કોણ પહોંચાડે છે ? કોણ છે એ મોટા માથાઓ કે વલસાડ જિલ્લા માં બાય રોડ દારૂ વાપી સુધી અને ત્યાંથી ટ્રેન માં સપ્લાય કરી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં જ્યારથી નવા એસપી ડો.રાજદીપસિંહ ઝાલા આવ્યા છે ત્યાર થી ક્રાઈમ રેટ ઘટ્યો છે અને બહોશ પોલીસ અધિકારી તરીકે ઉભરી આવેલા પોલીસ અધિકારી રાજદીપસિંહ ઝાલા એ દારૂ ની હેરાફેરી ઉપર રોક લગાવી દીધી છે ત્યારે વાપી ટાઉન માંથી દારૂ નો જથ્થો ભર્યો હોવાની વાત બહાર આવતા જિલ્લા પોલીસવડા તે દિશા માં તપાસ કરાવશે તો આખું નેટવર્ક બહાર આવવાની શક્યતા છે.
ટ્રેન મારફતે વર્ષો થી દારૂ ગુજરાત ના જુદાજુદા વિસ્તારમાં જાય છે આ વાત નવી નથી પણ કોરોના માં પણ બુટલેગરો સક્રિય રીતે કામ કરી રહ્યા છે અને દારૂબંધીની વધુ એકવાર પોલ ખુલ્લી પડી ગઈ છે.