Valsad : હોળી વસંતઋતુમાં ઉજવાય છે. ફાગણ માસની પૂનમે આ ઉત્સવ સમગ્ર ભારતમાં ઉજવાય છે.ઈતિહાસકારો માને છે કે આર્યોમાં પણ આ ઉત્સવનું મહત્વ હતું. પૂર્વ ભારતમાં આ તહેવાર ખાસરૂપથી મનાવાય છે. આ ઉત્સવ ખૂબજ પુરાતન છે. ખાસ કરીને જૈમીની પૂર્વ મીમાંસા, ગાવ્યસૂત્ર, નારાદપુરાણ, ભવિષ્યપુરાણ ઉપરાંત હસ્તલિપીયા ગ્રંથમાં પણ તેનો ઉલ્લેખ મળે છે.
ત્યારે વલસાડ જિલ્લામાં આજરોજ ઠેર ઠેર જગ્યાએ હોલિકા દહન નો કાર્યક્રમ યોજાયો
જ્યાં વલસાડના તિથલ રોડ ખાતે આવેલ જુના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 31 માં વર્ષે પરંપરાગત રીતે હોળિકા દહન નું આયોજન કરવામાં આવ્યું , જ્યાં મોટી સંખ્યામાં આસપાસના રહેતા ભાવિક ભક્તો તેમજ સોસાયટીના રહીશો દર્શન માટે ઉમટી પડ્યા હતા,હોળીના પવિત્ર દિવસે નવ વિવાહીત મહીલા, પતિ સાથે હોલીકાની પૂજા કરે છે. ધાણી-દાળ ખજૂરનો પ્રસાદ ધરે છે. અબીલ, ગુલાલ, કુમકુમથી પૂજા કરે છે. તામ્રપાત્રમાં જળભરીને બન્ને વ્યક્તિ જળની ધારાવડી કરી હતી.
આ ઉપરાંત મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શ્રી સિ્ધેશ્વર મહાદેવ મંદિર ભવ્ય આયોજન શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ તેમજ રીલ્સની પ્રતિયોગીતા રાખેલ જેમાં ભાગ લેનાર સ્પર્ધકો ને રોકડ સહીત ટ્રોફી એનાયત કરવામાં આવી હતી,રીલ બનાવનાર હર્ષીવ સુરતી, રાજ સુરતી, કૃણાલ ભાનુશાલી, પાર્થ ફ્લિક્સ, તીર્થ પટેલ, સહીત થર્ડ પ્રાઈઝ યશ પટેલ, સેકેંડ પ્રાઈઝ કરણ ટંડેલ, પ્રથમ પ્રાઈઝ તીર્થ પટેલ (ગણેશ ઉત્સવ વલસાડ ) સહીત બેસ્ટ ઓફ ઘ બેસ્ટ પ્રાઈઝ કાર્તિક પટેલ ને આપવામાં આવ્યું હતું