Valsad ના કલવાડા ગામે આવેલી શ્રી ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ માં ગત તારીખ ૨૩.૦૩.૨૦૨૪, શનિવારના રોજ ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિષય હતો, “ભારત દર્શન”.
“ભારત દર્શન” પ્રદર્શનમાં પૌરાણિક, ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક, રમત-ખેલકૂદ તથા સંસ્કૃતિક ઝાંકીઓ બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી થઇ હતી. શાળાના ડીરેકટોર શ્રીમતી પ્રીતિ મુંધડાએ દીપ પ્રાગટ્ય દ્વારા પ્રદર્શનીનો આરંભ કરાવ્યો હતો. શાળાના પ્રાચાર્યશ્રી હિતેશ જોશીએ બાળકોના માતા-પિતા તેમજ ગામના આદરણીય મહાનુભવોને સત્કાર્યા હતા. બાળકોના માતાપિતાએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ શૈક્ષણિક જ નહી સહશૈક્ષણિક ઈત્તર પ્રવૃતિઓનું આયોજન વર્ષ દરમિયાન કરે છે.
આ પ્રકારના પ્રદર્શન દ્વારા બાળકોને પોતાની કલ્પનાશક્તિ અને અભિવ્યક્તિ કરવાની તક મળે છે અને તેમનો દ્રષ્ટિકોણ પણ બદલાય છે. આ બધી પ્રવૃતિઓમાં સહભાગી એવા ડીરેકટોર તેમજ પ્રાચાર્યશ્રી નો સહકાર મળે છે, જેથી બાળકોમાં ઉત્સાહ સાથે જ્ઞાન મેળવવાની તક પણ મળે છે. છેલ્લા સત્તર વર્ષથી વલસાડ જીલ્લામાં ખુબજ પ્રશંસા પામેલ શાળા શ્રી ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલ, જેણે શૈક્ષણિક ક્ષેત્રે ઘણી સિદ્ધિઓ હાંસલ કરેલી છે, આ ઉપરાંત રમતોત્સવમાં તેણે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ શાળા વર્ષ દરમિયાન બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આવા નવાં નવાં આયોજન કરે છે અને સફળતાઓ મેળવે છે.