વલસાડ : જીલ્લાના કપરાડા તાલુકાન બેન્કોમાં લોકોને એવી કે શું તકલીફ હોય છે કે રાતથી ત્યાં સુઈ જાય છે.
વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં આવેલા સુથારપાડા ગામ ખાતે એક માત્ર બરોડા ગ્રામીણ બેંકમાં 32 હજાર ખાતેદારો છે. જ્યાં પૈસા ઉપાડવા અને જમા કરાવવા માટે છેલ્લા સાત મહિનાથી લોકો ની પરિસ્થિતિ એટલી હદે દયનીય બની છે કે અહી આવનાર લોકો પોતાનો નંબર બેંક ખુલતા જલ્દી લાગે એવા આશયથી મોડી રાત્રે 2 વાગ્યાથી જ લાઈનો લગાવીને ઉભા રહે છે.
સ્થાનિક ગ્રાહકના જણાવ્યા અનુસાર, બેંક દ્વારા માત્ર 30 લોકોને જ 2 હજારથી 5 હજાર આપવામાં આવે છે.જયારે બીજા ગ્રાહકોને વિલા મોંએ પરત ફરવું પડે છે.
બેંકના મેનેજર એ. ડી. પરમાર સાથે વાત કરતા તેમણે સમગ્ર પરિસ્થિતિ અંગે જણાવ્યું હતુ કે, ”બેંકમાં માત્ર ત્રણ જ કર્મચારીઓનો સ્ટાફમાં હોવાથી તેમજ અવારનવાર નેટ કનેક્ટીવિટીના લોકોને મુશ્કેલીઓ પડે છે. સાથોસાથ આખો દિવસનું માત્ર પાંચ લાખનું ટ્રાન્જેક્શન છે. એટલે ભીડ વધુ થાય છે. બેંક માત્ર એક મોટા ઓરડામાં ચાલે છે. જેમાં 10 લોકોથી વધુ લોકો સમાવી શકવાની ક્ષમતા છે
આ તકલીફ માટે હેડ ઓફીસ, કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય સહીત અનેક જગ્યાએ અમે તેમજ ગામલોકોએ રજૂઆતો કરી છે પરંતુ કોઇ નિરાકરણ થતુ નથી
ત્યારે સમગ્ર બાબતે બેંક ના આધિકારીઓ અને વલસાડ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અહી ના લોકો માં માંગ છે.