વલસાડ લીલાપોર નજીક કાપરી ફાટક પાસે બુધવારના સાંજના 6:15કલાક ના આજુબાજુ મોટી રેલ દુર્ઘટના થતી અટકી હતી,સૂત્રો પરથી મળતી માહિતી મુજબ વાપી ડેપો થી ગોધરા તરફ જતી એસ.ટી.બસ નંબર GJ-18-Z-0195 નો ચાલાક સી.કે.વણઝારા વલસાડ ડેપો થી ઉપડી સુરત તરફ જઈ રહ્યો હતો દરમ્યાન સાંજના 6:15કલાકે લીલાપોર કાપરી રેલવે ફાટક નજીક બસ ચાલકે ફાટક અરધો બંધ થઈ રહ્યો હોય છતાં પુરપાટ ઝડપે બસ હંકારી મુકતા રેલવે ફાટક ને વચ્ચેથી તોડી મુક્યો હતો એટલુંજ નહીં ડ્રાઈવર રેલવે ફાટક તોડી બસ ને ગફલત રીતે હંકારતા તેણે બસ ની અંદર રહેલા પેસેન્જરો ના જીવ સાથે તો રમત કરી પરંતુ મોટી રેલ દુર્ઘટના થતી બચી હતી જે ઘટના બનતા રેલવે પોલીસ ની ટિમ કાપરી ફાટક પર મોટી સંખ્યા માં દોડી આવી હતી જ્યાં ત્રણ કલાક સુધીપેસેન્જર ભરેલ બસ સાઈડ પર પાર્ક કરી બસ ચાલક વિરુદ્ધ પગલાં લીધા હતા ત્યારે સમગ્ર મામલે ઉપસ્થિત અન્ય રાહદરી ના જણાવ્યા મુજબ અગર જો બસ ફાટક તોડી અંદર પ્રવેશ કરી અને જો અચાનક કોઈ ટ્રેન તેજ સમયે પસાર થઈ હોય તો મોટી રેલ દુર્ઘટના સાબિત થાત.
[slideshow_deploy id=’26065′]
-ફાટક બંધ થયા ના સાયરન વાગવા છતાં ડ્રાઈવરે ફાટકતોડી અંદર પ્રવેશ કર્યો:-ગેટમેન ગિરીશ પટેલ
કાપરી રેલવે ફાટક પર ના ગેટમેન ગિરીશ પટેલ ના જણાવાય મુજબ ફાટક બંધ થયા ના સમય પર રેગ્યુલર સાવચેતી સાયરન વગાડવામાં આવતું હોય છે જે સમયે આ એસ.ટી.બસ ચાલાક ફાટક નજીક આવ્યો તે સમયે પણ સાયરન વાગતો હતો અને અરધુ ફાટક બંધ થઈ જવા છતાં બસ ચાલકે પેસેન્જર ભરેલ બસ ને રોકવા છતાં તેણે પેસેન્જરો ના જીવ સાથે રમત કરી બસ ફાટક તોડી અંદર ઘૂસી જતા સ્થળ પર ઉપસ્થિત અન્ય વાહન ચાલકો ભય માં મુકાયા હતા,જે બાબતે ગેટમેન ફોન દ્વારા રેલવે પોલીસ ઓફિસ માં સમગ્ર ઘટના અંગે જાણ કરતા રેલવે પોલીસ ટિમ દોડી આવી હતી
ફાટક ખુલ્લું જોઈ બસ ઉતાવરમાં હકારી:-ડ્રાઈવર સી કે વણઝારા
સમગ્ર મામલે એસ.ટી.બસ ચાલાક સી.કે.વણઝારા ના જણાવ્યા મુજબ જે સમયે તે ફાટક નજીક હોય તે સમયે ફાટક ખુલ્લું દેખતા બસ હંકારી હતી પરંતુ જેમ બસ ફાટક નજીક પોહચી તેમ ફાટક બંદ થતા બસનો પાછળ નો ભાગ ફાટક સાથે અથડાતા ફાટક ને નુકસાન પોહચ્યું હતું,