વલસાડ જિલ્લામાં પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુ, દેસાઇ દ્વારા આજે જય રિસર્ચ ફાઉન્ડેશન ખાતે ઉમરગામના ધારાસભ્ય અને વન આદિજાતી મંત્રી તરીકે વરણી થયેલા રમણ, પાટકર સહીત ભાજપના અન્ય ધારાસભ્યો માટે સન્માન સમારંભ યોજાયો હતો.સન્માન સમારંભ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા વલસાડ જિલ્લાના સાંસદ ડૉ. ખાલપાભાઇ પટેલે મંચ પરથી કર્યું વિવાદિત નિવેેદન.
વલસાડમાં મતગણતરી દરમ્યાન આપણા ભાજપના ઉમેદવારથી ૪૦ મતે પાછળ હતા તેમાં કોંગ્રેસના જીતુ ચૌધરીને સરકારી કર્મચારીઓના મતે વિજય બનાવ્યા છે.આ કર્મચારીઓ મહિને ૭૦ હજારનો પગાર લે છે અને એને આપણાથી જ તકલીફ છે હવે આપણે તમામ કાર્યકરોએ આવા સરકારી નોકરીયાતો પર નજર રાખવાની કેટલા કામ પર આવે છે. ક્યારે આવે છે શુ કામ કરે છે તેના પર નજર રાખીવાની.