વલસાડ નગરપાલિકા ઉમેદવાર ચૂંટણી ફોર્મની ચકાસણી પૂર્ણ
1થી11 વોર્ડના ભાજપ-કોંગ્રેસ-અપક્ષ આમ ત્રીપક્ષીય જંગ ખેલાશે
[slideshow_deploy id=’29455′]વલસાડ નગરપાલિકા ચૂંટણીમાં આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે ચૂંટણી અધિકક્ષકના નેજા હેઠળ ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોનું આજરોજ ફોર્મ ચકાસણી કરવામાં આવ્યા હતા.
જેમાં 250જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા હતા એ વખતે પાલિકા વોર્ડ માં 140 જેટલા અપક્ષ ઉમેદવારો અને 44 ભાજપ અને 27 કોંગ્રેસના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે, અને આગામી તારીખ 6 ફેબ્રુઆરીના રોજ જે કોઈ પણ ઉમેદવારને પોતાનું ફોર્મ ખેંચવાનું હોય ખેંચી શકશે.
જ્યારે તારીખ 7 ફેબ્રુઆરીના સવારના 11કલાકે તમામ ઉમેદવારોને તેમના ચૂંટણી ચિન્હ ફળવામાં આવશે, ત્યારે આ ચૂંટણીફોર્મ ચકાસણી સમયે સર્વ ઉમેદવારની નજર માજી પ્રમુખ રાજુ મરચા પર હતી પરંતુ રાજુ મરચાએ પોતાની અપક્ષ ઉમેદવારીમાં 3 જેટલા ડમીફોર્મ ભરતા જિલ્લા ચૂંટણી અધિકારી ભાગોરા સાહેબે તેમના ત્રણે ફોર્મ માન્ય રાખ્યા હતા,હવે જોવાનું રહ્યું કે કઈ પક્ષની સરકાર નગરપાલિકાના પ્રમુખ રચશે.સત્ય ન્યુઝ વલસાડ