વલસાડ નગરપાલિકા ચૂંટણીમાં આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે ચૂંટણી અધિકક્ષકના નેજા હેઠળ ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોનું આજરોજ ફોર્મ ચકાસણી કરવામાં આવ્યા હતા. જેમાં 250જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રખાય હતા જ્યારે એક ઉમેદવાર જે બહુજન સમાજ પાર્ટી માં પોતાનું નામાંકન કરાવ્યું હતું. પરંતુ તેમની જાતિ પ્રમાણ પત્ર ખોટા હોય જે ગંભીર ગણી તેમનું ચૂંટણી ફોર્મ રદ કરાવ્યુ હતું. જ્યારે પાલિકા વોર્ડ માં 140જેટલા અપક્ષ ઉમેદવારો અને 44 ભાજપ અને 27 કોંગ્રેસના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે, અને આગામી તારીખ 6ફેબ્રુઆરી ના રોજ જે કોઈ પણ ઉમેદવારને પોતાનું ફોર્મ ખેંચવાનું હોય ખેંચી શકશે. જ્યારે તારીખ 7ફેબ્રુઆરીના સવારના 11કલાકે તમામ ઉમેદવારોને તેમના ચૂંટણી ચિન્હ ફાળવામાં આવશે. ત્યારે આ ચૂંટણી ફોર્મ ચકાસણી સમયે સર્વ ઉમેદવારની નજર માજી પ્રમુખ રાજુ મરચા પર હતી પરંતુ રાજુ મરચા એ પોતાની અપક્ષ ઉમેદવારી માં 3 જેટલા ડમી ફોર્મ ભરતા જિલ્લા ચૂંટણી અધિકારી ભાગોરા સાહેબે તેમના ત્રણે ફોર્મ માન્ય રાખ્યા હતા, સાથે ચૂંટણી કક્ષ માં પાલિકા પ્રમુખ સોનલ બેન સોલંકી અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા ગિરીશ દેસાઈ બને આજુ-બાજુ ની ખુરશી પર બેસી પોતાના ઉમેદવારોના માર્ગદર્શન આપતા નજરે પડ્યા હતા. હવે જોવાનું રહ્યું કે કઈ પક્ષની સરકાર નગરપાલિકાના પ્રમુખ રચશે.
સત્ય ન્યુઝ વલસાડ