વલસાડ નગર પાલિકાના પાપે શહેરના લોકો છે પરેશાન ઘેર નિંદ્રામાં સુતેલ પાલિકા તંત્ર ને જગાડવા વલસાડના એક વૃદ્ધ કાકાએ અનોખી રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરી સૌ કોઈ ને અચમ્બિત કરી દીધા હતા.
મનુ દેસાઈ નામના 61 વર્ષીય કાકા એ પાલિકાના ગેટ પર અર્ધ નગ્ન હાલત માં બેસીને પોતાની માંગણી બાબતે અપીલ કરી હતી મનુ દેસાઈ અર્ધનગ્ન હાલત માં સવારથી આંદોલન કરતા સમગ્ર શહેર માં ચકચાર મચી જવા પામી છે વલસાડ શહેર ના વોર્ડ નંબર 1 માં છેલ્લા ઘણા સમય થી ડ્રેનેજ લાઈન લીકેજ હોવાથી શહેરનું ગંદુ પાણી રસ્તા પર આવવાથી લોકો પરેશાન હતા વારંવાર પાલિકા માં રજૂઆત કરવા છતાં પણ પાલિકા ના પેટનું પાણી હાલતું ના હતું ત્યારે ઘેર નિંદ્રા માં સુતેલી પાલિકા ને જગાડવા વોર્ડ નંબર એક ના રહીશે અનોખો માર્ગ આપનાવ્યો હતો જેને લઇ વલસાડ પાલિકા ની બેદરકારી ની પોલ ખુલી ગઈ હતી મનુ દેસાઈ એ વલસાડ પાલિકા દ્વારા તેમની માંગણી ના સંતોષાઈ તો તેઓ અહીંયા આજ રીતે અર્ધ નગ્ન હાલત માં ભારે તાપ માં બેસીને આંદોલન કરશે હવે જોવાનું એ રહ્યું કે વલસાડના પાલિકા આ સન્દર્ભે ક્યારે હરકતમાં આવશે