વલસાડ નગરપાલીકાનું રાજકારણ ગરમાયુ, માજી પ્રમુખ રાજુ મરચાં અને માજી પ્રમુખ દીપક રાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી બંને માજી પ્રમુખોએ વર્તમાન પ્રમુખ પર કર્યા આકરા પ્રહાર જૂઓ વીડિયો
વલસાડ નગરપાલીકાની પ્રાંત અધિકારી કચેરી ખાતે માજી પ્રમુખ રાજુ મરચાં અને માજી પ્રમુખ દીપક રાણાએ અાજે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા હતા.
વોર્ડ નંબર ૬માં ભાજપી બેઠકના મજબૂત દાવેદાર જેમણે અગાઉ ભાજપ બેઠક પર જંગી બહુમતીથી જીત મેળવી પાલિકા વોર્ડ નં ૬ પર ભાજપનો દબદબો યથાવત રાખનાર રમેશ ડેની, સોહેલ કાદરીને ભાજપમાંથી ટીકીટ ન મળતા તેમણે પણ ભાજપના ઉમેદવારોને હરાવવા અપક્ષમાં પેનલ બનાવી અપક્ષ ઉમેદવારીક પત્રક ભર્યા હતા.
[slideshow_deploy id=’29097′]
જ્યારે પાલિકાના માજી પ્રમુખ રાજુ મરચા અને દિપક રાણાએ પોતાના ઉમેદવારી પત્રક ભરતાની સાથે ચાલુ વર્ષે વલસાડ નગરપાલિકા બેઠક પર અપક્ષ પેનલનો રાજ ચાલશે.
વલસાડ નગરપાલીકાના માજી પ્રમુખ રાજુ મરચાં અને માજી પ્રમુખ દીપક રાણાએ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મભરી વર્તમાન પ્રમુખ પર કર્યા અાકરા પ્રહાર
વર્તમાન પ્રમુખ સોનલબેન સોલંકી વિરૂધ્ધ તીખા પ્રહારો કરી તેમના રાજમાં વલસાડ નગરપાલિકામાં માત્ર કરોડોનો ભ્રષ્ટાચાર જ થયો છે અને જેના લીધે શહેરના ગરીબ વર્ગના પરિવારને તેનો ભારે નુકશાન થયુ છે આમ આવનારી સરકાર પર અપક્ષ ઉમેદવારો જંગી બહુમતીથી જીત મેળવી સોનલ સોલંકીને હરાવી પાલિકા પર નવી સરકાર રચવાની અને વલસાડ નગરપાલિકા પર નવા ઇતિહાસ રચવાની ચિંમકી આપી હતી ત્યારે વલસાડ નગરપાલિકાની રાજગાદી પર કયો ઉમેદવા, કયો પક્ષ રાજ કરશે તે તો ચૂંટણી પરિણામ બાદ જ માલુમ પડશે અને જે રીતે અપક્ષના ઉમેદવારો પોતાના જીત માટે રણનીતી બનાવી રહ્યા છે. તો લગભગ પાલિકા પ્રમુખપદે કોઇ અપક્ષ ઉમેદવાર રાજ કરે તો નવાઇ નથી.