તસ્વીર:-સુભાષ ઠાકોર વલસાડ
[slideshow_deploy id=’29231′]પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીએ ભાજપ જીતના સૂત્રો આપ્યા
વલસાડ નગરપાલિકા ચૂંટણી 2018ના માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી ઉમેદવારોના ફોર્મ ભરવાના અંતિમ દિવસે પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી તેમની ભાજપી ટિમ સાથે ઉમેદવારોને હોસ્લો વધારવા ઉમેદવારી પત્રક ભરવા કલેકટર કચેરી પર પોહચ્યાં હતા.
ત્યારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પાલિકાના 1 થી 11 વોર્ડમાં છેલ્લા 3દિવસમાં 50થી વધુ અપક્ષ ઉમેદવારો, જ્યારે 30 જેટલા કોંગ્રેસ અને ભાજપના તમામ વિસ્તારોના ઉમેદવારોના ચૂંટણી ફોર્મ ભરાયા છે, ત્યારે ભાજપ માટે દાવેદારી નોંધાવનાર તમામ ઉમેદવારોના મેન્ડેટ આવ્યા બાદજ માલુમ પડશે કે કેટલાને ભાજપી સિમ્બોલ પર પક્ષએ દાવેદારી કરાવી છે, ત્યારે આજરોજ ચૂંટણી પત્રક નોંધાવના અંતિમ દિવસે લગભગ 20થી વધુ ભાજપી ઉમેદવારો અને 20થી વધુ અપક્ષ ઉમેદવારોએ પોતાના ચૂંટણી પત્રક ચૂંટણી અધિકક્ષકને રજૂ કર્યા હતા