વલસાડ ના ઘેલા ભાઈ પાર્ક અને અમન કોમ્પ્લેક્સ ની સામે નો ખાડો વલસાડ પાલિકા ને દેખાતો નથી વલસાડ નગર પાલિકા એ ખોદેલો ખાડો કયારેક કોઈ નો ભોગ લેશે ત્યારે જ લાગે છે કે ઘેર નિદ્રા માં સુતેલી પાલિકા જાગશે મહિના ઓથી ખોદી દેવાયેલ ખાડા ને પૂરવા મા વલસાડ પાલિકા ને રસ નથી. આવતા જતા વાહન ચાલકો ને હવે આ રસ્તા પર થી રાત્રી ના સમયે જતા ડર લાગે છે
ત્રણ થી ચાર વખત આ જગ્યા એ અકસ્માતો પણ થયા છે સોસાયટી ના લોકો નાના બાળકો અહિથી અવાર જવર કરતા હોય છે તો સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ આજ રસ્તા નો ઉપયોગ કરે છે ત્યારે હવે આ ખાડો ની પૂરતા સ્થાનિકો માં રોષ ભભૂક્યો છે હવે જોવાનું એ રહ્યું કે વલસાડ પાલિકા પોતાની કામગીરી ક્યારે કરશે..