એકતા ગ્રુપ કલવાળા આયોજિત સર્વધર્મ ને જોડતું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ થી બાર હઝાર લોકો જોડાયા હતા અને દીપ પ્રગટાવી એકતા અને ભાઈચારો નો સંદેશ આપ્યો હતો. જેને સર્વ સમાજ ના મહાનુભૂવો અને લોકો એ દિલ થી વધાવી લીધો હતો. અને ચંપક ભાઈ ની 13 મી પુણ્યતિથિ ને મોંન આપી એમને શ્રધાંજલિ અર્પિત કરી હતી. અને સાથે આર્થિક સહાય કરી જરૂરત મંદો ને એમની જિંદગી માં સુખ અને સગવડ મળે તે પ્રયાસ રૂપે શ્રી આસિફ ભાઈ ને 40,000 ની સહાય અને શ્રીમતી ને 80,000 નું એક્ટિવા વિકલાંગ મોપેડ આપ્યુ હતુ. અને બલાઈડ સ્કૂલ વલસાડ ને 30,000 રૂપિયા ની સહાય કરી દરેક ઉપસ્થિત લોકો ના દિલ જીતી સુંદર સંદેશ ધનસુખ ભાઈ પટેલ અને ગ્રુપ ના બધાજ સદસ્યો એ આપ્યો હતો જે બિરદાવા લાયક હતો જેની દરેક મહાનુભૂવો એ નોંધ લીધી હતી.
એકતા ના મંચ પર એકતા ગ્રુપ વલસાડ ના સદસ્યો , શીખ સમુદાય, બધા એ એમના વ્યક્તવ્ય માં સમાજ માં એકતા અને ભાઈચારો વધે અને દરેક જ્ઞાતિ હળીમળી ને દેશ માં રહે અને એની સુંદરતા વધારે એ સંદેશો પાઠવ્યો હતો. તયાર બાદ ડાયરા થકી મશહૂર ગાયક ચંદુ ભાઈ એ પોતાના આવાઝ થી લોકોને મનમોહિત કરી દીધા હતા. આ અનેરો એકતા નો ઉત્સવ દરેક સમાજ ના લોકો ને આકર્ષિત કરી ગયો હતો અને ખાસ આ ઉત્સવ વલસાડ બલાઈડ સ્કુલ ના નેત્રહીન, મુક ,બધીર વિદ્યાર્થીઓ સુંદર ગાયિકી અને તબલા વાદન અને સંગીત થી સૌવ ને આકર્ષી લીધા હતાં સર્વ લોકો એ એમની ખૂબી ઓને બિરદાવી હતી.
આ એકતા ના ઉત્સવ ને સફળ બનાવવા સર્વે સમાજના આગેવાનો જહેમત ઉઠાવી હતી. એકતા જે નામ આપયું છે તેમાં બધા એક થઇ મેહનત કરી આ ઉત્સવ ને સફળ બનાવ્યો હતો જીલ્લાના વિવિધ જ્ઞાતિ, વિવિધ સમાજના લોકો એક મંચ ઉપર ભેગા થઈને એકતા અને ભાઈચારો ની મહેક મહેકાવી આ પર્વને રાષ્ટ્રીય એકતાના તેહવાર તરીકે ઉજવયો. આ સંદેશ દેશ આખામાં જાય અને એ થકી લોકો વચ્ચેનું અંતર ઘટે એજ આશય સમગ્ર આયોજન પાછળ રહેલો હતો.તેમજ કોઇપણ કાર્યનો આરંભ જ એનું સૌથી મહત્વનું અંગ છે અને એ માટે કલવાળા ના ધનસુખ ભાઈ પટેલ અને એમની ટીમે એકતા ગ્રુપ વલસાડ ના સહયોગ ને બિરદાવ્યો હતો,
વલસાડ જિલ્લા માં ગણેશ ઉત્સવ હોઈ કે મોહરમ હોઈ કદી એમના લાગે કે આ ત્યોહાર મુસ્લિમ સમાજ નો છે કે હિન્દૂ સમાજ નો, બસ આ શહેર માં એકતા અને ભાઈચારો દરેક કોમના વ્યક્તિ ના દિલ માં વસે છે અને એજ આ જિલ્લા ની સુંદરતા છે જે આ શહેર ના દરેક વ્યક્તિ ને અતિ પ્રિય છે, કલવાળા ના ધનસુખ ભાઈ પટેલ અને એમના ગ્રુપ ના સદશયો સાથે એમની પડખે રહી એકતા ગ્રુપ વલસાડ ના સદસ્યો તેમજ સર્વ સમાજ એ સાથે મળી એકતા બતાવી આ જિલ્લા ની સાથે એકતા ને દેશ ની સાથે સાથે પુરા વિશ્વ ને નોંધ કરાવી છે અને એમને એ શીખ આપિ છે કે સૌવ થી મોટો ધર્મ એ માનવ ધર્મ છે.
આ એકતા અને ભાઈચારો પુરા દેશ માં સદા અકબંધ રહે એજ દેશ ની સુંદરતા છે એ માટે વલસાડ દરેક સમાજ ના અગ્રણી તેમજ આવનાર દરેક ભાઈઓ એ ખાસ દુઆ ગુજારી હતી. આવનાર દરેક લોકો ની એકજ આવાઝ હતી કે આવું એકતા નું ઉત્સવ દેશ માં દરેક જગ્યા એ થાય કે જેનાથી દેશ માં એકતા અને ભાઈચારો સ્થાપીત થાય અને એનાથી હિન્દુસ્તાન ની પુરા વિશ્વ માં નોંધ લેવાય.