– વલસાડ માં બહુ ચર્ચિત સવાલ. મોનીટર સોનલ સોલંકી ના પાલિકા પર કોણ કરશે રાજ?
– ઉજેશ પટેલ ના નામ ચર્ચા માં હોવા છતાં પટેલ સાથે આપખુદી કરી આહીર ના નામની કમાન બનાવા માગે છે સોનલ
-કારોબારી ચેરમેન તરીકે સોનલ સોલંકી રાજ કરી નગરપાલિકા વલસાડ નું મોનીટરીંગ કરશે
વલસાડ નગરપાલિકા ના નવા પ્રમુખ પદ ની વરણી આગામી તારીખ 26ફેબ્રુઆરી ના સોમવાર ના રોજ વલસાડ પાલિકા સભા ગૃહ ખાતે યોજાનાર છે જેના માત્ર ગણતરી ના કલાકો બાકી છે તે પેહલા પાલિકા વલસાડ પ્રમુખ પર વલસાડ ની જનતા ના બહુ ચર્ચિત સવાલ કે શુ વલસાડ નગરપાલિકા ના અગાવ ના મહિલા પ્રમુખ સોનલ સોલંકી ના હાથ નીચે તમામ કમાન છે…? શુ સોનલ સોલંકી ની સરકાર વલસાડ પાલિકા પર પોતાની કમાન સંભાળશે..? સોનલ સોલંકી કારોબારી ચેરમેન તરીકે પોતાનો નામ નો સિક્કો મારી પ્રમુખ આવનાર પ્રમુખ સાથે હાથ મેલાવી વલસાડ પાલિકા પર રાજ કરશે..? હાલ જે બે પ્રમુખ ના નામો બહુ ચર્ચિત છે જેમાં પ્રથમ ઉજેશ પટેલ અને પંકજ આહિર જે બંને માંથી સોનલ સોલંકી ને માત્ર આહીર સમાજના યુવાન અને શાંત સ્વભાવ ના એવા પંકજ આહીર ને પ્રમુખ પદ મળે તેમાટે પ્રમુખ ની હરીફાઈ માંથી ઉજેશ પટેલ ને પાડવાની કાવતરું કરી રહ્યા હોય તેવી લોકચર્ચા ઉઠી રહી છે.
કારણ કે ઉજેશ પટેલ ની વાત કરીયે તો હલનાજ સમય માં ધારાસભ્ય ની ચૂંટણી માં ઉજેશ પટેલે અપક્ષ માં પોતાની દાવેદારી નોંધાવી હતી જે સમયે હાલના ધારાસભ્ય ભરત પટેલે ઉજેશ પટેલ ને તેમના સમર્થન માં તૈયાર કરી તેમને ધારાસભ્ય ની ચુંટણી માં બેસાડી દીધા હતા અને એજ વાત હાલ વલસાડ ની જનતા ના કાનો માં ગુંજી રહી છે કે ઉજેશ પટેલ ને ધારાસભ્ય એ આવનાર પાલિકા ચૂંટણી માં જીતાડી પ્રમુખ પદ તરીકે લોલીપોપ આપી તેને બેસાડી પાર્ટી ના કામ લેવા પરંતુ
ઉજેશ પટેલ પ્રમુખ ન બને અને પાલિકા માજી પ્રમુખ સોનલ સોલંકી તેમના શાસન કાર દરમ્યાન પાલિકા કારોબારી ચેરમેન રહી ચૂકેલા પંકજ આહીર ને આ વખત ની પ્રમુખ પદ ની રેસ માં પોતાના રબર સ્ટેમ્પ તરીકે ઉપયોગ માં લેવાય અને આવનાર પાંચ વર્ષ સુધી બેન સોનલ સોલંકી કહે તેટલુંજ કામ કરાય તેવી હટ લગાવી પ્રમુખ પદે પંકજ આહીર બેસે તેવી બેન ની ઈચ્છા છે.
અને બેન પોતે પાલિકા માં આવનાર પાંચ વર્ષ સુધી કારોબારી ચેરમેન પદ મેળવે અને ઉપ પ્રમુખ તરીકે ઉજેશ પટેલ ને રાખી જેથી ઉજેશ પટેલ કોઈ હોબાળો ન કરે તેવી લોક ચર્ચા હાલ વલસાડ માં જોવા મળી રહી છે, ત્યારે સત્ય ડૅ. કોમ ના રિપોર્ટ મુજબ હાલ પ્રમુખ જે કોઈ પણ બને પણ આ વખત ની સરકાર ઇન્દુ સરકાર ની જેમ સોનલ સરકાર બનશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.