સમાજમાં કડક સ્વભાવ થી ઓળખાતી પોલીસ અને ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત તેમના પરિવાર થી દૂર હોવા છતાં સુકક્ષીત મતદાન થાય તે માટે ગુજરાત ના તમામ પોલીસ અધિકક્ષ સહિત તમામ પોલીસ જવાનો ખડેપગે તેમની ફરજ બજાવી રહ્યા છે જેમના થકીજ લોકશાહી મહાપર્વ તહેવાર શાંતિમય માહોલમાં ગુજરાતમાં સંપન્ન થયો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં જયારે વલસાડ જિલ્લામાં મોટા પ્રમાણમાં મતદાન નોંધાઈ અને મોખરે સ્થાન મેળવ્યું છે તેવીજ રીતે વલસાડ જિલ્લા પોલીસ અધિકક્ષક સુનિલ જોશી ની ટિમ ના માર્ગદર્શક હેઠળ વલસાડ પોલીસે લોકશાહી મહાપર્વ માં તટસ્થ રીતે ફરજ નિભાવી હોય ત્યારે ઘણા બુથો પરથી સત્ય ડે ના કેમેરામાં કેદ થયેલ તસ્વીર જોતા આજે સમાજમાં એકજ મેસેજ જશે કે-સમાજમાં કડક સ્વભાવ થી ઓળખાતી પોલીસ અને ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં વલસાડ પોલીસ ના અધિકારીએ માનવતાવાદી કરેલ ફરજ ને સત્ય ડે પરિવાર બિરદાવે છે કારણ સમાજમાં પોલીસ અધિકારી-કર્મચારીઓનો માનવીય ચહેરો ઉજાગર થાય મતદાન મથક પર તૈનાત પોલીસ અધિકારીઓ જે રીતે વિહલચેર પર દિવ્યાંગ-વૃધ્ધો -અશક્ત મતદારોને કાળજી પૂર્વક પ્રેમભાવથી મતદાન મથક સુધી લઈ જઈ જે રીતે મતદાન કરાવ્યું હોય તો ખરેખર પોલીસનો માનવીય અભિગમ સમાજ માં પોહ્ચે એજ આશ બંધાઈ છે