નિલેશ સિંહ ઝાલા દ્વારા :- સુરતથી ભીલાડ સુધીના વિસ્તારો માં પત્રકારોની ચહલ પહલ જોવા મળી : પોતાના બેનરોના સરક્યુલર સાથે દરેક ઓફિસોમાં હાજરીથી દિવાળીનો માહોલ બરાબર જામ્યો.
સમગ્ર દક્ષિણ ગુજરાત માં હાલ ભલે મંદી જણાતી હોય પરંતુ હાલ માં દિવાળી ના તહેવારો ને લઈને વલસાડ જિલ્લા માં ખાસ કરીને મીડિયા ના મિત્રો ભારે ભાગદોડ માં પડ્યા છે અને પોતાના બેનરો ના સરક્યુલર સાથે દરેક ઓફિસો માં હાજર જોવા મળી રહ્યા છે, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ દિવાળી ના તહેવારો ને લઈ સતર્ક છે , ફટાકડા બજાર અને મીઠાઈ બજાર માં ભલે હજુ તેજી નથી પણ આગલા એક બે દિવસ માં બધું સરભર થઈ જવાની આશા વચ્ચે હાલતો વરસાદ ના વિઘ્ન ને વેપારીઓ દોષ દઈ રહ્યા છે.
વલસાડ નું સ્થાનિક રાજકારણ પાલિકા કચેરી થી શરૂ થાય છે અને તાજેતર માં જ મળેલી સામાન્ય સભા માં વિપક્ષો નો વિરોધ સાથે વોકઆઉટ જેવા અગાઉ થી ચાલ્યા આવતા દ્રશ્યો નું પુનરાવર્તન છે આ ગામમાં અનેક ચહેરા બદલાઈ ગયા પરંતુ સ્થિતિ તેની તેજ છે , ભ્રષ્ટાચાર ની બૂમ આજે પણ છે અને કંઈજ નવું નહીં હોવાની પ્રતીતિ કરાવે છે.
બીજી તરફ દમણ નજીક હોવાથી ગુજરાતમાં દારૂ ની આવન જાવન અને પોલીસ ડિપાર્ટમેન્ટ ની કામગીરી વગેરે ચર્ચા માં રહે છે અને તહેવારો દરમ્યાન વહેવારો અને જવાબદારી પણ વધી જાય છે , રેલવે માર્ગે પણ દારૂની મોટાપાયે હેરાફેરી યથાવત રહે છે જે અગાઉ કેટલીય વાર ચમકી ચૂક્યું છે પરંતુ બધું થોડા સમય માટે બંધ અને ચાલુ થતું રહે છે.
આખા વર્ષ દરમ્યાન શાંત રહેલા સબંધિત વિવિધ ડિપાર્ટમેન્ટ માં જાણે નવ ચેતના આવી જાય છે અને દિવાળી માં જાણે નવી રોનક આવી જાય છે જોકે , આ બધા વચ્ચે આ વર્ષે કઈક નવું જોવા મળ્યું નવસારી માં પત્રકારો ને જાહેરાત નહિ આપવાનું એક સરકારી સાહેબ નું ફરમાન કરતું બોર્ડ અને વલસાડ કલેકટર કચેરીમાં કોઈએ મીઠાઈ કે ગિફ્ટ લઈને નહીં આવવાનું બોર્ડ ભારે ચર્ચાસ્પદ બન્યા છે એક તરફ કેટલાક પ્રેસ ના મિત્રો છેક સુરત થી ભીલાડ સુધી પોતાના બેનરો ના સર્ક્યુલર સાથે ઉમટી પડયા છે તો બીજી તરફ લાગતા વળગતા અધિકારીઓ ,નેતાઓ અને બિલ્ડરો ના મુખે અવશ્ય એક વાક્ય સાંભળવા મળી રહ્યું છે કે ઘણા બેનર થઈ ગયા છે, શુભેચ્છા એડ માટે આ વર્ષે ઘણા મિત્રો હેપ્પી દિવાલી પાઠવી ગયા છે, જોકે જિલ્લા માં ચાલતા ગફલાઓ અને બેનંબરિયા સાથે સંકળાયેલા કહેવાતા તત્વો હાલ માં મંદી માં પોતાની દિવાળી બગડી હોવાનું રટણ કરી ભાગતા ફરતા હોવાની વાતો પણ લોકમુખે સંભળાઈ રહી છે , છતાંપણ દિવાળી નો અનોખો ધમધમાટ અહીં જોવા મળી રહ્યો છે.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.