વલસાડ તાલુકા ના રોણવેલ ગામ ના સરપંચ મહેશ પટેલ એ ગામ ની ગૌચર ની જમીન માંથી વગર પરવાનગી એ માટી ખનન કરી લાખો રૂપિયા ઉસેટી લીધા હતા આ બાબતે ગામ લોકો એ ખાણ ખનીજ વિભાગ ને જાણ કરી હતી જોકે બાદ માં આ બાબતે કોઈ નક્કર પગલાં ના ભરાતા ગામ લોકો એ જિલ્લા કલેકટર ને રજૂઆત કરી હતી તે સંદર્ભે કલેકટર એ રોણવેલ ગામે થયલી માટી ખનન ને લઈ પુનઃ તપાસ ના આદેશ ખાણ ખનીજ વિભાગ ને કાર્ય હતા. રોણવેલ ગામ ના સરપંચ મહેશ પટેલ એ ગામ લોકો ને વિશ્વાસ માં લઈ ગૌચર ની જમીન માંથી 34618 મેટ્રિક ટન માટી ખોદી ને બારોબાર જયેશ પટેલ નામના ખેડૂત ને વેચી દેતા ગામ લોકો માં બમ ઉઠી હતી સરપંચ એ આચરેલા આ કૌભાંડ બાબતે જિલ્લા કલેકટર લેવલે ફરિયાદ થતા કલેકટર એ જાંચ ના આદેશ આપ્યા હતા
વલસાડ ખાણ ખનીજ એ જિલ્લા કલેકટર ના આદેશ મુજબ રોણવેલ ગામે તળાવ માંથી ગેરકાયદે ખોડાયેલી માટી ખનન બાબતે તપાસ કરતા 34618 મેટ્રિક ટન માટી સરપંચ મહેશ પટેલ એ વેચી કાઢી હતી જે તાપસ માં બહાર આવતા ખાણ ખનીજ વિભાગે રોણવેલ ગામ ના સરપંચ 67 લાખ નો દંડ ફટકાર્યો છે જો સરપંચ આ દંડ ની ભરે તો તેના પર ફોજદારી ગુનો અથવા છેતરપિંડી કરી હોવાનો પણ ગુનો દાખલ થઇ શકે છે અથવા સરપંચ ની મિલકત પણ જપ્ત થઇ શકે છે ત્યારે જોવું એ રહ્યું કે સરપંચ ને કરાયેલ દંડ મહેશ પટેલ કેવી રીતે ભરશે તો આ બાબતે જિલ્લા કલેકટર એ રોણવેલ ગામ ના લોકો ને ન્યાય આપ્યો છે ત્યારે ગામ લોકો માં ખુશી ની લહેર ઉઠી છે ત્યારે બીજી તરફ ગુંદલાવ ગામે પણ તળાવ માંથી માટી ખનન બાબતે જિલ્લા કલેકટર પુનઃ તપાસ ના આદેશ કરે તો રોણવેલ ગામ ના તળાવ કૌભાંડ કરતા પણ મસ મોટું કૌભાંડ બહાર આવી શકે એમ છે