વલસાડ શહેરમાં છેલ્લા ઘણા સમય થી સરકારી બાબુઓના માથાભારે પુત્રો જાણે તેમના બાપ નો શહેર હોય તેમ જાહેર રસ્તાઓ પર તેમની કાર ની બોનેટપર બેસી ભયજનક સ્ટંટ કરી લોકોના જીવ સાથે રમત કરી રહ્યા છે,આજ નબીરાઓ અગાવ પર બેત્રણ વખત તિથલ બીચના વોકવે પર જીપ્સી લઈ સ્ટંટ ના વિડ્યો વાયરલ કર્યા હતા ત્યારે ફરીએકવખત ગતરોજ રાત્રી સમયે વલસાડ ના જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ ના બંગલા સામે જાહેર રોડ પર આ સરકારી બાબુઓના નબીરાઓ તેમની વરના કાર લઇ તેમના મિત્રો ને જાહેરમાર્ગ પર કારની બોનેટપર બેસાડી સ્ટંટ કરતા વિડ્યો વાયરલ કર્યો હતો
ત્યારે જો અહીં કોઈ અકસ્માત કે કોઈ રાહદરી સાથે કોઈપણ પ્રકારનો અકસ્માત સર્જાય તો તેમનો જવાબદાર કોણ? ત્યારે ઘણા સમય થી વિવાદ માં રહેલ આ સરકારી બાબુઓના પુત્રો સામે “વલસાડ પોલીસ કેમ કોઈ પગલાં લેતું નથી” કે પછી વલસાડ પોલીસ ના પગ ધુજે છે આવા અધિકારીઓના પુત્રો સામે કાયદો બતાવામાં..? ત્યારે આવતો ઘણા વિડ્યો આ નબીરાઓ સોસીયલ મીડિયા પર વાયરલ કરી ચુક્યા છે જેમાં દારૂની મહેફિલ માણતા અને ખુલા માં દારૂની રેલમછેલ કરતા વિડ્યો તેમને વાયરલ કર્યા છે,ત્યારે વલસાડ પોલીસ આવા માથાભારે યુવાનો સામે કડક પગલાં ભરે તેવી માંગ ઉઠી રહી છે*