સરકારી પોલીટેકનીક કોલેજ વલસાડ ખાતે વિધાર્થી ઓ દ્વારા ટેકનીકલ ફેસ્ટીવલ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભૂતપૂર્વ કાર્યક્રમ માં ૧૩૦૦ વિધાર્થી ઓ એ ૨૮ પ્રકારની ટેકનીકલ ઇવેન્ટ બનાવી હતી.
સરકારી પોલીટેકનીક વલસાડ ખાતે વિધાર્થી ઓ નવીન વિચારો થી પ્રેરાઈને વધુ સારી રીતે સંશોધન કાર્ય કરી શકે તે અંગે પ્રોત્સાહન પુરુ પાડવા ટેકનીકલ ફેસ્ટીવલ ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થી ઓ સરકાર ની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી અંતર્ગત મળતી વિવિધ આર્થિક સહાય મેળવી પેટન્ટ કરાવવા કે પોતાનું નવું સ્ટાર્ટઅપ શરુ કરવા પ્રેરાઈ તે આ આયોજન નો મુખ્ય ઉદ્દેશ હતો ટેકનીકલ ઇવેન્ટ દરમ્યાન કુલ ૨૮ પ્રકાર ની ઇવેન્ટ ઉપસ્થિત કોલેજ ના વિધાર્થી તેમજ મહાનુભાવો સમક્ષ રજુ કરવામાં આવી હતી આ ૨૮ પ્રકાર ની ઇવેન્ટ માટે ૧૩૦૦ વિધાર્થી ઓ એ રજીસ્ટ્રેશન કર્યું હતું તેમની ૫૧૬ ટીમ બનાવવા માં આવી હતી વિધાર્થી ઓ દ્વારા બનાવવા માં આવેલા વિવિધ સંશોધનાત્મક પ્રયોગોમાં દિવ્યાંગ લોકો માટે બનાવવા આવેલી સાયકલ આકર્ષણ નું કેન્દ્ર બની બની હતી સાથે સાથે એન્જીનીયરીંગ ક્ષેત્રે રીમોટ સેન્સર થી ઓપરેટ કરી શકાતા કંપનીના વિવિધ પાર્ટ પણ આ કાર્યક્રમમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મુખ્ય મહેમાન તરીકે વલસાડ ડાંગ ના સાંસદ
સભ્ય ડોક્ટર કે. સી પટેલ વલસાડ ના ધારાસભ્ય ભરત ભાઈ પટેલ પારડી ના ધારાસભ્ય કનું ભાઈ દેસાઈ પોલીટેકનીક કોલેજ ના પ્રિન્સીપાલ અને પ્રોફેસરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થી ઓ એ તૈયાર કરેલા વિવિધ અત્યાધુનિક ટેક્નીલોજી વાળા સાધનો ની પ્રસંસા કરી હતી