તસ્વીર:-સુભાષ ઠાકોર વલસાડ
ખેરગામ વાવ ફળીયાના રહેવાસી શ્રીમતી કાશીબેન ઉદયભાઈ પટેલ જ્યારે સેગવા ગામે અતુલ ફળીયામાં ભરાતા હટવાડામાં ખરીદી કરતા હતા ત્યારે ચાર હિન્દીભાષી મહારાષ્ટ્રની ભાષા બોલતી મહિલાઓ સાંજના સમયે કાશીબેનના ગળામાંથી મંગળસૂત્ર ચોરીને ભગવા જતા બુમાબુમ કરતા ઉપસ્થિત લોકોએ ચારેય મહિલાઓને પકડીને રૂરલ પોલીસ ને સુપરત કરી હતી.જ્યાં રૂરલ પોલીસે તમામ મહિલા વિરુદ્ધ 5/2018 ઇપીકો,કલમ,379,511,514 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી, જ્યારે આ તમામ મહિલાઓ મૂળ મહારાષ્ટ્રના છે અને હાલે ઉધના રેલવે સ્ટેશન નજીક રહે છે અને ભંગાર વણવાનો ધંધો કરે છે તેમની ધરપકડ કરી નામદાર કોર્ટ માં 7દિવસના રિમાન્ડ ની માગણી સાથે રજૂ કરેલ છે,જ્યા ઘણા સમયથી મહિલાઓના દાગીના ચીલ ઝડપની ફરિયાદો વધી હતી તમાં આ ધરપકડો થતા કેટલાક ગુન્હાઓ ઉકેલવાની પોલીસને આશા છે.
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.