વલસાડ: વલસાડ વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાય સમયથી વલસાડનગરપાલિકા જાણેકે વિવાદોનો પર્યાય બની ચુકી છે. એક યા બીજી રીતે વલસાડ નગરપાલિકા માં વિવાદો ચાલ્યાજ કરે છે ત્યારે નગરપાલિકાના કારભાર સામે લોકોમાં ભારે નારાજગી ફેલાઈ રહી છે. વલસાડ નગરપાલિકના મહિલા પ્રમુખ સોનલબેન સોલંકી સામે થોડા દિવસ પહેલા અબ્રમા બીના નગર વિસ્તારના સ્થનિકોએ તેમનો રોષ પ્રગટ કરી રોડ નહીં તો વોટ નહીં ના બેનરો લગાવ્યા હતા.
સોનલબેન સોલંકી(જૈન)ના મતવિસ્તા વોર્ડ ન-3માં તેમના ફોટા પર ચોકડી મારી આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો છે. આ વિસ્તારમાં સોનલબેન સોલંકીએ મત માંગવા આવવું નહીં જેવા બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનર લાગતા સ્થાનિકો, રાહદારીઓ માટે ભારે અચરજ અને કુતુહલ જોવા મળ્યું હતું અત્યારે સમગ્ર વિસ્તારમાં આ બેનર કોણે લગાવ્યા તેજ ચર્ચાનો વિષય છે.
વલસાડ શહેરમાં નગરપાલિકા પ્રમુખ સોનલબેન સોલંકીનોથઈ રહેલો વિરોધ અને તેમના પ્રત્યે વધી રહેલ લોક રોષ અત્યારે તો ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય પદના ઉમેદવાર ભરતભાઈ પટેલ માટે ચિંતાનો વિષય છે.