દાનહ માં A1 ગ્રેડમાં એકજ વિધાર્થી પાસ થયો..
વલસાડ:માર્ચ ૨૦૧૮ માં લેવામાં આવી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ આજે ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું આ વર્ષે ગુજરાત બોર્ડનું એસ એસ સી નું પરિણામ ૬૭.૫૯% રહ્યું હતું જેમાં વલસાડ જિલ્લાનું પરિણામ ૬૬.૫૮% નોંધાયું હતું વલસાડ જિલ્લામાં ૨૨૪૮૫ વિધાર્થીઓ નોંધાયા હતા અને તેમાં થી ૨૨૨૮૫ પરીક્ષા આપી હતી
ગુજરાત બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮ માં લેવામાં આવેલી ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ આજે નેટ ઉપર સવારે જાહેર કરવામાં આવ્યું હતું ગુજરાતના દરેક કેન્દ્ર પર થી લેવામાં આવેલી પરીક્ષામાં એસ એસ સી નું પરિણામ ૬૭.૫૦ % જાહેર થતા કહી ખુશી કહી ગમ નો માહોલ જોવા મળ્યો હતો વલસાડ જિલ્લામાં ધોરણ ૧૦ માટે કુલ ૨૨૪૮૫ વિધાર્થી નોંધાયા હતા જેમાં ૨૨૨૮૫ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 31 કેન્દ્રો ઉપર થી લેંવામાં આવેલ પરીક્ષામાં વલસાડ જિલ્લાનું પરિણામ ૬૬.૫૮% નોંધાયું હતું જેમાં A1 ગ્રેડમાં ૭૪ ,A2 ગ્રેડમાં૬૩૨ ,B1ગ્રેડ ૧૬૨૫,B2 ગ્રેડ માં ૩૧૬૯, વિધાર્થીઓ પાસ થયા હતા
એવી જ રીતે દમણ ની વાત કરીએ તો દમણમાં વિવિધ કેન્દ્રો ઉપર થી ધોરણ ૧૦ માટે કુલ ૧૭૭૨ વિધાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાં દમણ કેન્દ્ર નું ધોરણ ૧૦ નું પરિણામ ૭૦.૭૧% નોંધાયું છે જેમાં A1. ગ્રેડ માં માત્ર ૫ વિધાર્થી પાસ થયા જ્યારે ,A2 ગ્રેડમાં ૮૩,B1 ગ્રેડમાં ૧૩૪, અને B2 ગ્રેડમાં ૨૮૩ વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા
તો બીજી તરફ દાદરા અને નગર હવેલીમાં ની વાત કરીએ તો ધોરણ ૧૦ ની પરીક્ષામાં વિવિધ કેન્દ્રો ઉપર ૩૯૩૦ વિધાર્થીઓ નોંધાયા હતા જેમાં પરીક્ષામાં ૩૯૦૩ વિધાર્થીઓ એ પરીક્ષા આપી હતી અને આજે દાદરા અને નગર હવેલીનું પરિણામ ૫૯.૩૧ % નોંધાયું હતું જેમાં A 1 ગ્રેડમાં 3 હજારથી વધુ વિધાર્થીઓ હોવા છતાં માત્ર ૧ વિધાર્થી પાસ થયો હતો જે અહીં ની શિક્ષણની ગુણવત્તા અંગે ચાડી ખાય છે તો A2 ગ્રેડમાં ૪૪ વિધાર્થીઓ,B1 ગ્રેડમાં ૧૪૬ વિધાર્થીઓ ,B2 ગ્રેડમાં ૩૭૫ વિધાર્થીઓ પાસ થયા છે
વહેલી સવારથી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ પરિણામને મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમથી જોવા વિધાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો