વલસાડ ના સ્ટેડીયમ રોડ ઉપર દર રવિવારે છેલ્લા 30 વર્ષ થી ભરાતા રવિવારી બજાર ને અહીંના વેપારીઓ ની રજુઆત બાદ આખરે તંત્ર દ્વારા પોલીસ કાફલા ને સાથે રાખી બંધ કરાવાતા અહીં બેસતા ફેરિયાઓ માં નારાજગી ફેલાઈ ગઈ છે અને અન્યત્ર જગ્યા આપવા માંગ કરી હતી તેઓ ના જણાવ્યા મુજબ અહીં લગભગ 2000 જેટલા નાના ફેરિયા નગરપાલિકા ને 30 થી 50 રુપિયા નું ચુકવણું કરી દર રવિવારે ધંધો કરતા હતા અને રોજગારી મેળવતા હતા તે હવે રોજગારી છીનવાતા શુ કરશે તે પ્રશ્ન છે તેથી કોઈ નિરાકરણ આવે તેવી માંગ દોહરાવી હતી જયારે બીજી તરફ સ્ટેડિયમ રોડ ના વેપારીઓ ની રવિવારી બજાર બંધ કરાવવા ની માંગ હતી તે પુરી થતા તેઓ માં આનંદ ની લાગણી ફેલાઇ ગઇ હતી.
Friday, May 17