વલસાડ ના સ્ટેશન બહાર રેલવે ની મુખ્ય ઓફિસ ના બહાર એક યુવાન આજરોજ વેહલી સવાર થી મૃત હાલત માં પડેલ છે જે લાસ ને ત્યાં થી પસાર થતા એક બાળક યસ પટેલ પ્રથમ તો મૃતક ની ડેથબોડી પાસે જઈ પોતાના કોમળ નાના હાથે મૃતક ને જગાડવાની કોશિશ કરી હતી આ નાનકડા બાળક ને એમ કે કદાચ આ કાકા સુતા હશે અને યસ એ આ મૃતક યુવાન ના આંખ અને કાન ના ભાગે કીડી ઓ ફરતી જોઈ એટલે એને એમ કે કદાચ કાકા સુતા હશે તો એમને જગાડવાની કોશીશ કરીને કહ્યુ કે કાકા તમારા પર કીડી ચઢી છે.
પણ એ કાકા ને આ નાનકડા યસે જગાડવા જતા મૃતક ઉઠ્યો ન હતો, ત્યારે વેહલી તકે આ બાળક રેલવે પોલીસ પાસે દોડી ગયો અને મૃત યુવાન અંગે જાણ કરી ત્યારે રેલવે પોલીસ ના કોઈ ખાખી વર્દી ના અધિકારી આ બાળક ને અપશબ્દ ગાળો આપી અહીં થી નીકળી જા નય તો તને માર પડશે જેવી ધમકી આપી હતી, ત્યારે ખરેખર આજના આધુનિક યુગ માં જાણે માનવતા મરી પરવાડી હોય અને આ નાના માસૂમ બાળક ને જો પોલીસ ગાળ આપી ભગાડી મુક્તિ હોય તો વર્દી ઉતારી આવા બેનામ પોલીસ કર્મી ઘર ભેગા થવા જોઈએ, ત્યારે આ મૃતક યુવાન કોણ છે અને ક્યાં રહે છે તેતો પોલીસ તપાસ બાદજ માલુમ પડશે, પરંતુ હાલ તો આ મૃતક ની લાસ સતત 9 કલાક સુધી રસ્તા પરજ રઝળી રહી છે.