એસકસલૂસીવ સત્ય ડૅ. કોમ
તસ્વીર:-સુભાષ ઠાકોર વલસાડ
વલસાડ નગરપાલિકા ચૂંટણી ઉમેદવારોનો જિલ્લા કલેકટર કચેરી પર પોતાના મત વિસ્તારમાં ઉમેદવારી પત્રક ભરવા માટે મેળો જામ્યો છે ત્યારે જાણે અમુક ઉમેદવારોને પોતાના પરજ ભરોસો ન હોય એમ અપક્ષમાં દાવેદારી કરી અને ભાજપી ખેસ પહેરી ચૂંટણી અધિકારી કક્ષમાં બિન્દાસ ઉમેદવારીક પત્રક ભરવા આવી પોહચતા ઉપસ્થિત અન્ય ઉમેદવારોમાં ભારે ચર્ચા જાગી હતી, આ મહિલા વોર્ડ નંબર 1ની જેમને પોતાનું નામ રિમ્પલ હરીશ રાઠોડ જણાવ્યું જેમને તેમના ટેકેદારો સાથે મળી અપક્ષ બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે ચૂંટણી કક્ષમાં તેમની સાથે અન્ય ભાજપી ઉમેદવાર અને અપક્ષ ઉમેદવારો પણ ઉપસ્થિત હોય જે સમયે અપક્ષ મહિલા ઉમેદવાર રિમ્પલ હરીશ રાઠોડના ગળા માં ભાજપના કમળના સિમ્બોલ વાળું ભાજપી ખેસ પહેરી બિન્દાસ ચૂંટણી કક્ષમાં ફરતા નજરે પડતા ઉપસ્થિત અન્ય ઉમેદવારોમાં આ અંગે ભારે ચર્ચા જાગી હતી અને સર્વેની નજર આ અપક્ષ ઉમેદવાર મહિલા પર થી હટી ન હતી, ત્યારે લાગે છે એ મહિલા ઉમેદવારના દિલ માં ક્યાંકને ક્યાંક ભાજપ માટે લાગણી કે પછી પ્યાર હશે જે તેમના આ બુદ્ધિપ્રદર્શનમાં દેખાય આવે છે, સત્ય ન્યુઝ વલસાડ