નેતાઓ મંત્રીઓ દ્વારા મહિલાઓની સુરક્ષાના દાવાઓ કરવામાં આવે છે પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ મહિલાઓ સુરક્ષીત નથી. જેનું ઉદાહરણ આપતી ઘટના બની છે વલસાડમાં જ્યારે ચાલતી ટ્રેનમાં મહિલાની લાશ મળી આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમામે સુરતથી વિરાર જતી શટલ ટ્રેનમાં એક મહિલાની હત્યાથી દોડધામ મચી જવા પામી હતી. દોડતી ટ્રેનમાં મહિલાની હત્યાથી રેલવે પોલીસ દોડતી થઇ હતી. સૌપ્રથમ રેલવે પોલીસે મહિલાની લાશ પર કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. મહિલાની લાશ મહિલા અને વિકલાંગ ડબ્બામાંથી મળી આવી છે. જેમાં પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે કોઇ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તારણ છે.