બહેનો પર ખૂબ જ જવાબદારી હોય છે. ઘર પરિવાર અને મહેમાનોને સાચવે છે નોકરી અને વ્યવસાય કરતા પણ ભક્તિ કરે છે. એમનો ભક્તિ ભાવ દુનિયા ની ભૌતિકતા ને છોડી ને માનવતા ના પ્રેમ માં નહિવત થઈ જાય છે. એવા જ જામનગર ના પ્રચારક બહેન જ્યોતિજી એ આજે અહીંયા ધોડિયા પટેલ સમાજ વાડી ,અટક પારડી,ધરમ પુર રોડ,વલસાડ માં આયોજિત મહિલા સંત સમાગમ ના ઉપલક્ષ માં ઉપસ્થિત માનવ પરિવાર ને સંબોધિત કરતા વ્યક્ત કર્યું.
એમને કહ્યું કે બહેન પોતાની જવાબદારી ને નિભાવી ને જ ભક્તિ કરે છે અને ભક્ત ની સેવા પોતાના ઘર પરિવાર થી જ શરૂ થાય છે. પ્રભુ ભક્તિ પરમપિતા પરમાત્મા ની જાણકારી અને એના અહેસાસ થી શરૂ થાય છે અને નિષ્કામ ભાવ થી કરવામાં આવેલી સેવા જ ફલિત થાય છે.
એમણે કહ્યું આપણે પોત પોતાના કર્તવ્યો નું પાલન ભાર સમજી નહીં પણ દાયિત્વ ના રૂપ માં કરવાનું છે કિન્તુ પરંતુ ને છોડી ને સદ્દગુરુ માતા સવિન્દર હરદેવ જી મહારાજ ની શિક્ષાઓ ને સત સત કરી સ્વીકાર કરવું છે. સદ્દગુરુ ની કૃપા થી જ ઈશ્વરીય જ્ઞાન થયાં પછી જાતિ,વર્ણ,ધર્મ ના ભેદભાવ મટી જાય છે. અને પ્રેમ,શાંતિ અને એક્ત્વ નો રૂપ બને છે.આ ત્યારેજ સંભવ થાય છે જ્યારે આપણે આ અહેસાસ થઈ જાય છે કે આપણે બધા એક જ પરમાત્માના સંતાન છે,આ અહેસાસ થી બધા ની સેવા કરવાની છે.પરમાત્મા નો આધાર અને સદ્ગુરૂ ના પ્રતિ સમર્પણ થી જ સહજતા નું મૂળ થાય છે,સહજતા થી જીવન શુકુન વાળું થઈ જાય છે.
એમણે કહ્યું કે ઘર માં ફક્ત એક મહિલા જ પ્રભુ ભક્તિ થી જોડાયેલી હોય તો આખું પરિવાર એમના થી પ્રેરિત થઈ પ્રભુ થી જોડાઈ જાય છે અને એ ઘર માં સ્વર્ગ નું વાતાવરણ બની જાય છે.આપણું ઘર મહિલા થી જ સ્વર્ગ બને છે તથા મહિલાઓ ના ઉત્થાન થી જ સમાજ ઊંચાઈ ને પામે છે.આવી રીતે જીવન પ્રેમ અને શુકુન માં જાય છે અને અન્યો ને પણ ખુશી મળી જાય છે.
સમાગમ માં વલસાડ , અંકલેશ્વર, ભરૂચ,કપરાડા,નવસારી,સુરત ,વાપી, ઉમરગાવ, ભિલાડ, બીલીમોરા ડુંગળી અને આજુ બાજુ ના સ્થાનો થી આવેલા ભક્તજન શામિલ થયા.સમાગમ માં અનેક બહેનો વક્તાઓ ને ગુજરાતી ,હિન્દી,અને અંગ્રેજી ભાષા માં પોતાના ભક્તિ ભર્યા ભાવ વ્યક્ત કર્યા સમાગમ માં ભજન,સામુહિક ગીત, કવિતા,વિચાર અને લઘુ નાટીકાઓ દ્વારા નિરંકારી મિશન અને સદ્દગુરુ નો સંદેશ ને પ્રસારિત કર્યા.
દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓમકારસિંહ જી એ જામનગર થી આવેલા બહેન જ્યોતિ જી નું સ્વાગત કર્યું. અને આવેલા દરેક પ્રભુ ભક્તો ના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી.મહિલા સમાગમ ની સફળતા નો શ્રેય બધા બહેનો ને આપ્યો સમાગમ માં મંચ સંચાલન બહેન બકુલા જી એ કર્યુ.
