સરકાર ના નિયમ મુજબ વાપી શહેર માં આવેલી નાની મોટી તમામ હોસ્પિટલ ના સંચાલકો એ દર્દી ઓ ના ઉપયોગ માટે લેવામાં આવતો સિરીંજ દવા ની બોટલ કે આઈ વી સેટ ને ઉપયોગ માં લીધા બાદ ખુલ્લા માં ફેંકવું દંડનીય અપરાધ છે માટે તેનો મેડિકલ ની ગાઈડ લાઈન મુજબ યોગ્ય નિકાલ કરવો જોઈએ પરંતુ વાપી માં આ બાયો વેસ્ટ નો ખુલ્લે આમ નિકાલ કરી નિયમ ભંગ થતો હોવાનું બહાર આવ્યું છે.
[slideshow_deploy id=’15464′]
વડાપ્રધાન નરેદ્ન્ મોદી સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત ની હિમાયત કરી રહ્યા છે ત્યારે વાપી ના કેટલાક તબીબો લોકો ના તેમજ પશુ પક્ષી ઓ ના સ્વાસ્થ્ય ને હાનિ પોંહચાડતુ બાયો વેસ્ટ કચરો ખુલ્લા માં પધરાવી આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે વાપી પાલિકા દ્વારા વાપી ના રહેણાક વિસ્તાર માં થી નીકળતા ઘન કચરા ના નીકાલ માટે ચંડોળ ખાતે ડમ્પિંગ સાઈટ બનાવવા માં આવી છે આ ડમ્પિંગ સાઈટ માં ડોમેસ્ટિક કહેવતા કાચરા સાથે મેડિકલ નો બાયો વેસ્ટ પણ ખુલ્લા માં જ નખાતો હોય પાલિકા તંત્ર અને દવાખાના ના તબીબો વચ્ચે ચાલતી બેદરકારી સામે આવી છે.