વાપી માં મચાવ્યો તરખાટ ચોરો એ ફ્લેટ નું તાળું તોડી સોનાના દાગીના તેમજ રોકડ મળી 49,600 ની કિંમત નો મુદ્દા માલ ચોરી કરી ગયા હતા જે બાબતે ઘર માલિકે વાપી ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
વાપી સેલવાસ રોડ ડુંગરા બસ સ્ટેન્ડ નજીક માં આવેલ સાઈ કૃપા એપાર્ટમેન્ટ માં ફ્લેટ નમ્બર બી 104 માં રહેતા શંકર ક્રિશ્ના ગવાને અને તેમની પત્ની બંને નોકરી કરતા હોય બંને સવારે રોજિંદા ની જેમ 8 વાગ્યે ઘર બંધ કરી ને નોકરી એ રવાના થઈ ગયા હતા જોકે બપોર ના તેમને કોઈ એ જાણકારી આપી કે તેમના ઘર નું તાળું તૂટેલું છે ઘરે આવી ને જોતા ઘર ના મુખ્ય દરવાજા નું તાળું તોડી ને પ્રવેશેલા ચોરો એ ઘર ના બેડરૂમ માં મુકેલ કબાટ તોડી તેમાં રાખેલા સોનાની બુટ્ટી ઝૂમર મંગળસૂત્ર સહિત 2600 રૂપિયા રોકડ મળી કુલ રૂપિયા 49600 ની કિંમત નો મુદ્દા માલ ચોરી ને ફરાર થઈ જવા પામ્યા હતા ઘટના બાબતે ઘર માલિકે ડુંગરા પોલીસ મથક માં ચોરી અંગે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.